મેષ રાશિ (અ,લ,ઇ)ઃ કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થાય. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ્ય આપજો. નાણાંકીય દૃષ્ટિએ હવે થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે વિશેષ ખર્ચનો યોગ બળવાન છે.
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ મૂંઝવણ દૂર થાય તેવા પ્રસંગો બનશે. મનની સક્રિયતા વધારજો. નિરાશાને દૂર રાખવી જરૂરી છે. આર્થિક પ્રતિકૂળતા કે સમસ્યા ઘેરી બનશે. અલબત્ત તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. સહાય મેળવી શકશો.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ સફળ થતા ઉત્સાહ વધશે. મુશ્કેલીમાંથી બહાર નીકળશો. આર્થિક સમસ્યાઓ ઘેરી બનતી જણાય, પણ કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ પ્રકારે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે.
કર્ક રાશિ (ડ,હ)ઃ માનસિક અકળામણના કારણે અસ્વસ્થતા વધશે. ચિંતાનો બોજ છોડીને કાર્ય કર્યે જશે તો આનંદ મેળવી શકશો. આવકનો નવો માર્ગ શોધી કાઢવો જરૂરી છે. સારી તકો મળશે. આવકના પ્રમાણની સામે ખર્ચ પણ રહેશે.
સિંહ રાશિ (મ,ટ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળશે અને તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી છે.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ આ સમયમાં કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસનો સંકેત આપે છે. અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે.
તુલા રાશિ (ર,ત)ઃ મૂંઝવણો અને પ્રશ્નોના ઉકેલ મળતાં રાહતની લાગણી અનુભવશો. અલબત્ત ધીરજની કસોટી થઈ જશે. કાલ્પનિક ચિંતા અને ભયને છોડશો તો જ પ્રગતિ ઝડપી બનશે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ માનસિક સ્થિતિ ઉદ્વેગ અને ઉત્પાતસૂચક જણાશે. અજંપો વધે. લાગણીઓના આવેશોને કાબૂમાં રાખજો. નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનૂકૂળ બનશે. ખર્ચ માટે જરૂરી આવક ઊભી થાય.
ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં નિર્ધારિત પ્રવૃત્તિઓમાં સફળતા મેળવશો. હવે તમે મહત્ત્વના વળાંક તરફ જતાં હો તેવું લાગશે. આયોજન કરશો તો સમયનો ઉચિત ઉપયોગ કરી શકશો. જૂની લેણી રકમ પરત મેળવશો.
મકર રાશિ (ખ,જ)ઃ વણઉકેલ્યા પ્રશ્નોનો સંતોષજનક ઉકેલ મળશે. ચિંતાનો ભાર હળવો થાય. આ સમય અગત્યની કાર્યરચના માટે સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થતાં જણાય. આર્થિક બાબતોનું આયોજન કરી શકશો.
કુંભ રાશિ (ગ,શ,સ,ષ)ઃ મનોસ્થિતિ અશાંત રહેશે. ધીરજ રાખશો તો પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનશે. ઉતાવળા કે ઘાંઘા બનશો નહિ. આર્થિક સ્થિતિ મધ્યમ રહે તેમ હોવાથી વધારાની આવક ઊભી કરવા ખૂબ મહેનત કરવી પડશે.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમારી અકળામણ વધશે. ખોટી ચિંતાથી અશાંતિનો અનુભવ થાય. નાણાંકીય જવાબદારીઓ વધતી જોવાશે. આવક કરતાં ખર્ચ વધશે. અંતરાય જણાશે. ખોટા સાહસમાં પડશો તો નુકસાની ખમવી પડશે.