મેષ રાશિ (અ,લ,ઇ)ઃ સપ્તાહ સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજો પૂરા થશે. નવીન અગત્યની કામગીરીઓનો વિકાસ થશે. આ સમયમાં માનસિક સ્વસ્થતા અનુભવશો. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય.
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ મહત્ત્વની બાબતો અંગે માનસિક ભારણ રહેશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. તમારા અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. આર્થિક બાબતો અંગે સજાગ રહેવું પડશે, નહિતર નુકસાનનો ભોગ બનશો.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ આ સપ્તાહના સંજોગો અને પ્રસંગો તમારામાં નવીન ઉત્સાહ રેડવાનું કાર્ય કરશે. તમારી આશંકાઓ ખોટી પડશે. વિકાસની તકો ઊભી થતી જણાશે. અગત્યના કામકાજમાં પ્રગતિ થતાં તનાવ હળવો થાય.
કર્ક રાશિ (ડ,હ)ઃ મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળે. માનસિક બોજો હળવો થશે. રાહત અનુભવશો. નાણાંકીય ક્ષેત્રે સંજોગો સુધરતા જણાશે. કેટલાક સારા લાભની તક મળતા આવક વધારી શકશો.
સિંહ રાશિ (મ,ટ)ઃ સપ્તાહમાં વિઘ્નો કે અવરોધો પેદા થતાં જણાશે. તમારી મહેનતનું ફળ વિલંબમાં પડશે. પ્રતિકૂળ માહોલમાંથી બહાર આવવા વધુ મહેનત કરવી પડશે. કાર્ય-સફળતા અને લાભની અપેક્ષા રાખો છો તેટલી ફળશે નહીં.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો બનશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતી જણાશે. આર્થિક તંગીનો પણ અનુભવ થશે.
તુલા રાશિ (ર,ત)ઃ અંગત મૂંઝવણો કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. કોરી કલ્પના કરીને દુખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવશો તો કશું જ સંકટ ભોગવવું નહીં પડે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ સમસ્યાઓ ઉકેલાશે. માનસિક તાણ હળવી થાય. પ્રયત્નો ફળદાયી બનતા લાગશે. નવીન મુલાકાતો થશે અને સંબંધો વિકસશે. આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે. જરૂરી પ્રસંગો માટે નાણાંકીય સગવડો થશે.
ધન રાશિ (ભ,ફ,ધ,ઢ)ઃ અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભકારક પુરવાર થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્યો સફળ થશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય.
મકર રાશિ (ખ,જ)ઃ આક્રોશ અને લાગણીને સંયમમાં રાખશો તો શાંતિનો અનુભવ કરશો. આર્થિક પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે વધુ જાગૃત બનવું પડશે. નોકરીમાં વિકાસ- પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ધંધા-વેપારમાં વિઘ્નોને દૂર થશે.
કુંભ રાશિ (ગ,શ,સ,ષ)ઃ મનોતાણ વધે તેવા પ્રસંગો બનશે. સંયમ નહીં જાળવો તો વિવાદ-ઘર્ષણના પ્રસંગો બનશે. આર્થિક ક્ષેત્રે સમય મિશ્ર છે. તમારી જરૂરિયાત અનુસાર નાણાંની જોગવાઈ ઊભી કરી શકશો, પણ બીજી તરફ ખર્ચ પણ વધશે.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ ચિંતાનું કારણ ન હોવા છતાં અસ્વસ્થતા વર્તાશે. ચિંતામાં અટવાયા વગર સાનુકૂળતા અને સફળતાઓનો બને તેટલો લાભ લઈ લેજો. વિકાસ અને પ્રગતિની તક મળવાની છે. મુશ્કેલીમાંથી યોગ્ય માર્ગ મળી જ રહેશે.