મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો વધશે. જોકે શાંતિ અને કુનેહથી તેને ઉકેલી શકશો. લાગણીઓ પર તેની કોઈ અસર પડવા દેશો નહીં. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર નીવડશે. અચાનક કોઈ મદદ કે લાભ મળતા રાહત થાય. કેટલાક વિશેષ ખર્ચાઓ પણ કરવા પડશે. મહત્ત્વની મુલાકાતો થશે લાભદાયી પુરવાર થશે. હાથ ધરેલી કામગીરીમાં સફળતા મળશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ લાગણીઓના પ્રશ્ને આવેશ-ઉત્પાત-ઉગ્રતા વધે. મનના આવેશોને કાબૂમાં રાખવા જરૂરી છે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગ ઊભા ન થાય તે જોવું જરૂરી છે. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી વર્તાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહીં તે જોવું રહ્યું. જવાબદારી ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે. તેમના ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નોનો ઉકેલ મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. મનોબળ ઓસરે તેવા પ્રસંગો આવે. શુભ ગ્રહની અસરથી તમે પુનઃ દઢતાપૂર્વક આગળ વધશો. અકારણ કાલ્પનિક ચિંતાઓના વાદળો જ દુઃખનું કારણ બનશે. આર્થિક મુશ્કેલી અને તંગી જણાશે. ધારી આવક થાય નહીં. નોકરિયાત માટે સાનુકૂળ સમય છે. વેપાર-ધંધામાં સમસયા હશે તો ઉકેલી શકશો.
કર્ક (ડ,હ)ઃ કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓ કારણે અશાંતિના પ્રસંગો સર્જાતા જણાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમે ધાર્યું કરી શકશો નહીં. ધીરજ જરૂરી છે. આ સમય આર્થિક દષ્ટિએ સમય મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે સમય પ્રોત્સાહક છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તે જોવું. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે.
સિંહ (મ,ટ)ઃ તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. કાલ્પનિક ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાંકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર પાડી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક પરિસ્થિતિ સ્વસ્થ અને સંયમિત રહેશે. તણાવ દૂર થતાં રાહત મળશે. ઉદ્વેગના વાદળ હટશે. આર્થિક પરિસ્થિતિને તમે કુનેહપૂર્વક સંભાળી શકશો. તમારા મહત્ત્વના કામકાજો માટે જરૂરી આર્થિક આયોજન સરળતાતી કરી શકશો. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીના સંજોગો વિશેષ જણાય. બદલી-બઢતીનો માર્ગ હજી અવરોધાયેલો જણાશે. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે વાદવિવાદ ન સર્જાય તે જોજો.
તુલા (ર,ત)ઃ આ સમય ઘણો પ્રવૃત્તિમય અને ઉદ્યમી પુરવાર થશે. વધારાના કામકાજની જવાબદારીના કારણે માનસિક તણાવ વધશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ જણાય. આવકવૃદ્ધિનો માર્ગ મેળવશો. તમારા વ્યવહારો ચલાવવાં પૂરતી આર્થિક વ્યવસ્થા કરવામાં સફળ થશો. નોકરિયાત માટે સમય એકંદરે પ્રગતિકારક જણાય છે. અટવાયેલા લાભ મેળવી શકશો. તમારા માર્ગમાં અવરોધ સર્જાતાં લોકો ફાવશે નહીં. વેપાર-ધંધામાં લાભકારક સમય.
વૃશ્ચિક (ન,ય)ઃ વૃશ્ચિકઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્વસ્થતા ટકી રહેશે. કાલ્પનિક ચિંતાઓથી બચવું જરૂરી છે. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. સ્વજનોના વર્તન-વાણીને ધ્યાનમાં લેવાનું ટાળશો તો શાંતિ જળવાશે. નાણાંકીય જવાબદારીઓ વધતી જણાય. કોઇને ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવું નહીં. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીઓના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. સંપત્તિના પ્રશ્નો અંગે સમય મિશ્ર જણાય છે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાશે. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકશે. નિરાશાનાં વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે કથળતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તકની આશા રાખી શકાય. સમય-સંજોગ સાનુકૂળ થાય. વેપાર-ધંધામાં મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે.
મકર (ખ,જ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ વધશે. મહત્ત્વના સમાચારથી આનંદ અનુભવશો. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત પ્રમાણે નાણાંકીય જોગવાઈ થઈ શકશે. અણધારી જાવકને પહોંચી શકશો. નોકરિયાત માટે આ સમય પરિવર્તનનો છે. વેપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓને બાદ કરતાં સમય એકંદરે પ્રગતિકારક છે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં બેચેની અનુભવશો. અશાંતિ-વ્યથાથી બચવા માટે તમારે મનોબળ દૃઢ બનાવીને પ્રસન્ન રહેતા શીખવું પડશે. આર્થિક સંજોગો હજુ અકળાવશે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરિયાત વર્ગને નાહકની પરેશાની થતી જણાય. વેપાર-ધંધાના પ્રશ્નો ગૂંચવાતા લાગશે. હાથમાં આવેલી તક જતી ન રહે તે જોવું રહ્યું. ભાગીદારીના પ્રશ્ને માનસિક ઉત્પાત રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ મીનઃ આ સમયમાં મહત્ત્વની બાબતો અંગે માનસિક તણાવ રહેશે. ખોટી ચિંતા અને પરેશાનીનો અનુભવ થશે. અગત્યના કામકાજોમાં અંતરાયો જણાશે. સપ્તાહમાં તમારી નાણાંકીય જવાબદારીઓ વધશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધે નહીં તે જોજો. અહીં વિશ્વાસઘાતના કારણે ઉઘરાણી ન મળવાથી ધનહાનિ થાય. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો દૂર થશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે.