મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં મહત્ત્વનું આયોજન સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળશે. મિત્રો-સ્નેહીઓની મદદથી સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય લાભકારક જણાય છે. નાણાકીય જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવા આર્થિક આયોજન કરવું જરૂરી છે. નોકરિયાતોને સ્થળાંતર પરિવર્તનની તક મળશે. નવા ક્ષેત્રમાં પ્રવેશની તક મળશે. વેપાર-ધંધામાં લાભકારક સમયનું આગમન થશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ અકારણ અને કાલ્પનિક કારણોસર અશાંતિ રહેતી જણાશે. માનસિક શાંતિ પામવી હશે તો તમારા વિચારોના ઘોડાને કાબૂમાં રાખવા પડશે. પરિણામો વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. તમારી મૂંઝવણમાંથી અવશ્ય માર્ગ મળશે. અણઉકેલ્યા નાણાકીય પ્રશ્નોનો કોઈ સારો ઉકેલ મળશે. નોકરિયાતોને આ સમય કામકાજનો બોજો વધુ રખાવશે. હરીફો અને સહકર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે. વેપાર-ધંધામાં ધાર્યું આયોજન ફળે નહી. ધંધાના ક્ષેત્રે વધુ વિઘ્નો જણાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન બનતા પ્રસંગોના કારણે તમારા મનમાં એક જાતની ચિંતા અનુભવાય. સહનશક્તિ વધારવાથી જ રાહત થાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરવાથી વધુ તણાવથી બચી શકશો. મહત્ત્વના પ્રસંગો અંગે જો નાણાંની મૂંઝવણ હશે તો તેનો કોઈ સાનુકૂળ માર્ગ મળશે. આયોજિત કાર્ય પાર પાડી શકશો. જૂના લેણાં પરત મેળવી શકશો. વસાયના ક્ષેત્રે કેટલીક સાનૂકૂળ અને પ્રગતિકારક તકો મળશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અકારણ વ્યગ્રતા અને અંતરાયોના કારણે માનસિક અસ્વસ્થતા અનુભવશો. ખોટા વિચાર કરીને અશાંતિ સર્જવવાની જરૂર નથી. નાની વાતોને ગંભીર સ્વરૂપ ન આપવું. અલબત્ત, કંઈ અશુભ ન બનવાનું હોવા છતાં ખોટી ચિંતાનું ભારણ રહેશે. નવીન કામગીરીઓનો બોજ વધતા આ સમયગાળામાં આવક કે લાભની તકોની સામે ખર્ચ તથા ચૂકવણીના સંજોગો ઊભા થતાં એકંદરે આર્થિક ક્ષેત્રે યથાવત સ્થિતિ રહેશે. નોકરી બદલવા ઇચ્છતા હો તો આ સમયમાં સારી મળશે.
સિંહ (મ,ટ)ઃ માનસિક પરિતાપ અને ઘર્ષણના કારણે વિરોધ તેમ જ વિખવાદનું વાતાવરણ સર્જાશે. પૂર્વનિર્ધારિત કામકાજમાં કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે, જેથી મન બેચેન બને. આર્થિક દૃષ્ટિએ વધુ જાગૃત રહેવું જરૂરી છે. નહિ તો કોઈ નવીન સમસ્યા કે ગૂંચવાડો સર્જાશે. કોઈના ભરોસે ચાલવાનો આ સમય નથી. નોકરિયાતોને આ સમયમાં કામકાજનો તથા નવી જવાબદારીનો બોજો વધશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાના કારણે વધુ અશાંતિ રહેશો. સપ્તાહમાં અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતાં તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. લાભની આશા રાખશો તો તે ફળે નહિ. શેરસટ્ટામાં લાભને બદલે નુકસાની થતી જણાય. નોકિરયાત જો નોકરી બદલવા ઇચ્છતા હશેતો આ સમયમાં સારી તક મળશે. વર્તમાન નોકરીમાં પણ સ્થળાંતર થવાના યોગ જણાય છે.
તુલા (ર,ત)ઃ આ સપ્તાહમાં તમારા વિચારોને અમલમાં મૂકવા અશક્ય જણાતાં તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં સમય લાગશે, તેથી ધીરજ જાળવજો. નાણાંનો વ્યયન થાય તે જોવું જરૂરી છે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષત્રે પણ પરિવર્તન થાય. સ્થળાંતરની પણ શકયતા જણા છે. વેપાર-ધંધામાં લાભદાયી સમય જણાય છે. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા વર્તાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર નહીં રહો તો અનેક સાથે ઘર્ષણમાં આવવું પડશે. માનસિક અસુખ અને અકારણ ભારની લાગણી અનુભવશો. તમારા અગત્યના કાર્યમાં અવરોધના કારણે પણ ચિંતા જણાય. કેટલાક અગત્યના કાર્યો આર્થિક આયોજનના અભાવે અટકશે. આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. જો તમે નોકરિયાત હો તો તમારા પુરુષાર્થનું ફળ જોઈ શકશો. બદલી કે પરિવર્તનની ઇચ્છા હશે તો યોગ્ય તક સાંપડશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં ઇચ્છિત તકો પ્રાપ્ત કરી શકશો. તમારો ઉત્સાહ વધે. સક્રિયતા વધશે. માનસિક તણાવ હળવો બનશે. અગત્યના નાણાકીય પ્રશ્નો હલ થતાં જણાશે. ઉઘરાણીના પ્રશ્નો પતાવી શકશો. જરૂરિયાતના પ્રસંગ માટે યોગ્ય આર્થિક આયોજન કરી શકશો. અન્યને ધીરેલા કે ફસાયેલા નાણા પરત મળશે. આવક વધતાં રાહત અનુભવશો. તમારા માર્ગમાં આવતાં વિઘ્નો અને અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ મોકળો થશે.
મકર (ખ,જ)ઃ મનોવ્યથા અને બેચેનીના પ્રસંગો માનસિક સંઘર્ષ પેદા કરશે. નકારાત્મક વિચારો છોડશો તો જ શાંતિ મળશે. ધીરજ અને સમતાના ગુણો કેળવી લેવા જરૂરી છે. નાણાકીય જરૂરિયાતો અને તે માટે જોઈતા નાણા મળવામાં અવરોધ જણાશે. નાણાકીય આવક કરતાં ખર્ચ અને ચૂકવણીનો બોજ વધુ રહેતાં આ સમય ચિંતામાં પસાર થાય. નોકરિયાતોને ઇચ્છિત સફળતા હાંસલ કરવામાં વિલંબ થાય. સહયોગી સાથે ઘર્ષણ-વિવાદના પ્રસંગો આવે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય કામકાજનું અતિશય દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાન સંબંધિત સમસ્યાઓ વધશે. માનસિક રાહતના યોગ નથી. પ્રતિકૂળતાના કારણે કામ ધાર્યા સમયમાં પાર પડે નહીં. જમીન-મકાન અંગેની સમસ્યાનો ઇચ્છિત ઉકેલ ન આવતાં અસંતોષ વર્તાય. જમીન-મકાન બાબતે મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાત માટે કોઈ નવા ફેરફારો સર્જશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. નિરાશાના વાદળો વિખેરાતાં જણાય. આર્થિક પરિસ્થિતિને વધુ કથળતી અટકાવી શકશો. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધશે. લાભદાયી તક સાંપડશે. સંજોગો સાનુકૂળ થાય. વેપાર-ધંધા સંબંધિત મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે અને લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના કાર્ય માટે આ સમય શુભ જણાય છે.