મેષ (અ,લ,ઇ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. ઉમંગ-સ્ફૂર્તિનો અનુભવ કરશો. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો વિખેરાતાં જણાશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધશે. જરૂરી ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પાડી શકશો. જોકે શેર-સટ્ટાથી લાભ નથી. કોઈના વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થવાનો યોગ છે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન આવેશ અને ગુસ્સાને કાબૂમાં રાખજો. કોઇ મુદ્દાને સ્વમાનનો પ્રશ્નો બનાવશો તો આખરે તમારી મનોસ્થિતિ જ તંગ બનશે. તમારી યોજના મુજબના લાભ મળે નહિ. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાયો મેળવી શકશો. નોકરિયાતો માટે કાર્યભાર અને જવાબદારીઓ વધારનાર સમય છે. ખટપટ અને વિરોધીઓની કનડગતના કારણે ટેન્શન જણાશે. બદલી કે બઢતીના તમારા પ્રયત્નો ફળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ પરેશાનીનો અંત આવતો જણાશે. અલબત્ત, મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણાં પ્રયત્નોએ માર્ગ મળશે. મહત્ત્વની તકો મળતાં વિકાસના પંથે પ્રયાણ કરશો. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. અણધારી મદદથી કામ પાર પડે. ઉઘરાણીનાં નાણાં મેળવી શકશો. નોકરિયાત માટે લાભકારક સપ્તાહ છે. ધંધા-વેપારની યોજનાઓમાં સારી પ્રગતિ જણાશે. મકાન- મિલકતની લે-વેચ માટે ગ્રહયોગો સાનુકૂળ છે.
કર્ક (ડ,હ)ઃ અંગત મૂંઝવણોના કારણે મન અશાંતિ અનુભવશે. હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓ પાર કરી શકશો. સપ્તાહમાં નાણાંભીડનો અનુભવ થાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધતું જણાશે. તમારું પૂર્વ આયોજન જ મુશ્કેલીમાંથી ઉગારી શકશે. નોકરીના ક્ષેત્રે કોઈ તકલીફ હશે તો તે દૂર થતી જણાશે. વેપાર-ધંધા અંગેના તમારા પ્રયત્નો સફળ થશે. નવી સહાયો મેળવી શકશો. જમીન-મકાનના પ્રશ્નોમાં હજુ પ્રતિકૂળતા જણાય છે. ખોટી તકરારમાં પડશો નહીં. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો.
સિંહ (મ,ટ)ઃ તમને મૂંઝવતા કેટલાય પ્રશ્નોમાંથી થોડાંકનો સાનુકૂળ ઉકેલ આવતાં રાહત વધશે. માનસિક તનાવમાંથી મુક્તિ મળશે. તમે ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. તમારા આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે પરિસ્થિતિ સારી બનતી જણાશે. વધારાની આવક ઊભી કરી શકશો. નોકરીના ક્ષેત્રે જો કોઈ મુશ્કેલી હશે. અંતરાય હશે તો દૂર થતાં જણાશે અને ઉન્નતિનો માર્ગ મોકળો થતો જણાશે. વ્યવસાય સંબંધિત પ્રશ્નો હલ થશે. લાંબા સમયથી અણઉકેલ સમસ્યાનો ઉકેલ મળશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં તમે મહત્ત્વના વળાંક તરફ જતાં હો તેવું અનુભવશો. આયોજન કરશો તો તકનો બરાબર ઉપયોગ કરી શકશો. આર્થિક ચિંતામાંથી બહાર નીકળી શકશો. આવકવૃદ્ધિના ઉપાયો કારગત નીવડશે. જૂની લેણી રકમ, લોન વગેરે મેળવી શકશો. નોકરિયાતોને કામકાજનો તેમ જ નવીન જવાબદારીનો બોજ વધશે. તમારા કામનો પ્રકાર પણ બદલાય તેવી શક્યતા છે. વિરોધીઓ ફાવશે નહીં. ધંધા-વેપારમાં સફળતા કાર્યસિદ્ધિ અને વિકાસના પંથે દોરી જશે. નવીન યોજનાઓને આગળ ધપાવી શકશો.
તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં આનંદ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. પ્રગતિકારક સંજોગો આશા પ્રેરશે. મૂંઝવણો હલ થતી જણાય. આવકની દૃષ્ટિએ બહુ સાનુકૂળતા ન જણાય કેમ કે ખર્ચનું પ્રમાણ વધતું રહેશે. આર્થિક આયોજન પાછળ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નુકસાનથી બચવું જરૂરી છે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને અનુકૂળ નીવડશે. કાર્યસફળતા મળશે. શત્રુથી વિજય થાય. જવાબદારીઓ પાર પડતી જણાય. વેપાર-ધંધા માટે આ સપ્તાહના ગ્રહો મદદકર્તા છે. સારા મકાનમાં સ્થળાંતરની ઇચ્છા પૂર્ણ થાય.
વૃશ્ચિક (ન,ય)ઃ આ દિવસોમાં તમારી મનોસ્થિતિ ગૂંચવાયેલી અને મૂંઝવણભરી રહેશે. અલબત્ત આ મૂંઝવણ કાલ્પનિક વધુ હશે. નાણાકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો અને લાભમાં અંતરાય જણાશે. ધીરધાર કરવાનું ટાળજો. મોટા સાહસમાં પડતાં નહીં. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધો દૂર થશે. બદલીના યોગ છે. વૃદ્ધિ-વિકાસ સંબંધિત પગલાંઓના આયોજન માટે સમય વિકાસકારક છે. મકાન-સંપત્તિને લગતી કાર્યવાહીઓ ગૂંચવાયેલી રહે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય તમને હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખવામાં મદદરૂપ થશે. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહિ તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ વધશે. નોકરિયાતાને કામકાજનો બોજ વધતો જણાશે. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક બનશે. સંપત્તિ સંબંધિત સમસ્યાના ઉકેલ વાતાવરણ અનુકૂળ નથી. ધાર્યા પ્રમાણે કામ થાય નહીં.
મકર (ખ,જ)ઃ આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ કે શાંતિનો અનુભવ કરશો. ખોટી ચિંતાઓનો બોજ મન પર વધવા દેતા નહીં. આર્થિક ક્ષેત્રે જોઇએ તો, તમારી આવક ગમે તેટલી વધશે તો પણ નાણાભીડ વર્તાશે. કૌટુંબિક અને ગૃહોપયોગી ચીજવસ્તુ પાછળ ખર્ચ વધશે. હરીફોથી ચિંતા રાખવાને કોઇ કારણ નથી. નોકરી-ધંધામાં પ્રગતિ, બઢતીનો માર્ગ ખુલ્લો થતાં સારી તકો ઊભી થતી નિહાળશો. મિલકત કે જમીન-મકાન સંબંધિત પ્રશ્નોના ઉકેલમાં સમય સાથ આપતો જણાતો નથી. પરિસ્થિતિ ગૂંચવાશે. ધાર્યું કામ થાય નહીં.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક સ્વસ્થતા વધશે. ખોટી ચિંતા રાખવાનું વલણ ટાળજો. કશું અનિષ્ટ બનવાનું નથી. નાણાકીય સ્થિતિ વધુ બગડે નહિ તે જોવા માટે ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. તમારી આવક વધાવાના પ્રયત્નો ઝાઝા સફળ થતા જણાતા નથી. વર્તમાન નોકરીમાં પરિવર્તન કે બદલીના સંજોગ છે. વિઘ્નોને પાર કરી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. મકાનની લે-વેચનું કામ પાર પાડી શકશો. વારસા-સંપત્તિ સંબંધિત પ્રશ્નો યથાતથ્ રહેતા જણાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો જણાય છે, તેને દૂર કરવા તરફ ધ્યાન આપજો. ઉતાવળા સાહસથી દૂર રહેવું જરૂરી છે. અકારણ વિખવાદ કે ઘર્ષણમાં ઉતરશો તો હેરાન જ થશો. આર્થિક દૃષ્ટિએ તમારી ચિંતા કે બોજો હળવો થતો જણાશે. નાણાકીય આયોજન થતું જણાય. જૂની ઉઘરાણી કે લેણાંના કાર્યો પાર પાડી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો મળશે. મુશ્કેલીઓ દૂર થશે. ધંધા-વેપારના ક્ષેત્રે સારી સફળતા મેળવી શકશો. સ્થાવર મિલકત સંબંધિત પ્રશ્નોના ઉકેલમાં અનુકૂળતા જણાય. જમીન-મકાનમાંથી લાભ મેળવવાના પ્રયાસ ફળશે.