હવે તો વેબકેમ અને મોબાઇલુંમાં મોઢામોઢ એકબીજા હાર્યે ‘એલાવ... એલાવ...’ કરતા અમારા વ્હાલા એનઆરઆઈ ભઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં વારેઘડીએ છૂટી જતાં નેટવર્કું છતાં લેન્ડલાઇનનાં ડબલાં ચાલુ રાખતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
મોટા ભાગના લોકો ટેલિફોનના આન્સરિંગ મશીનમાં બહુ બોરિંગ રીતે મેસેજ લખાવવાનું કહેતા હોય છે. પણ જેનો ધંધો જ બોલ-બોલ કરવાનો છે તે લોકોનાં આન્સરિંગ મશીનોમાં શું સાંભળવા મળે છે?
સામાન્ય રીતે ફિલ્મ સ્ટારોને ત્યાં ફોન કરો તો સ્ટાન્ડર્ડ જવાબ એવો જ મળે કે ‘સા’બ બાથરૂમમેં હૈં.’ અને નેતાઓને ફોન કરો તો એમ જ સંભળાય કે ‘સાહેબ મિટિંગમાં છે,’ પરંતુ હવે અમારા ટેલિફોન ડિપાર્ટમેન્ટે એવી સર્વિસ ચાલુ કરી છે કે તમે ઘરે આન્સરિંગ મશીન વસાવ્યા વિના રેકોર્ડેડ મેસેજો સાંભળી શકો. આવા નંબરો પર કેવી કેવી વિભૂતિઓના કેવા કેવા મિજાજ સાંભળવા મળે છે? એક ઝલક -
અમિતાભ બચ્ચન
‘હા મૈં અમિતાભ હરિવંશરાય બચ્ચન બોલ રહા હૂં, અગર આપને મેરી સાલગિરહ પર બધાઈ દેને કે લિયે ફોન કિયા હૈ તો જાન લિજીયે કિ લોગ યે કામ છ મહિને પહેલે સે કર રહે થે ઔર અગલે છ મહિને તક કરતે રહેંગે. અગર આપ કરોડપતિ બનને કે લિયે ફોન કર રહે હૈં તો જાન લિજીયે અભિષેક ભી વહી કર રહા હૈ ક્યોંકી ઉસકા ભાવ અબ તો સિર્ફ બીસ લાખ હો ગયા હૈ. વૈસે ઐશ્વર્યાને શોર્ટ-કટ લગાયા હૈ. વો ડાયરેક્ટ મેરી બહુ બનકર કરોડપતિ બન ગઈ હૈ. ઔર મૈં કરોડપતિ કૈસે બના? વો જાનને કે લિયે આપ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કો ફોન લગાયેં!’
અજિત
‘સા...રી દુનિયા મુઝે વ્હાઈટ લોયન કે નામ સે જાનતી હૈ. મગર સિર્ફ મૈં હી જાનતા હૂં કિ મેરા વોશિંગ પાવડર કા બિલ કિતના જ્યાદા આતા હૈ! જબ તક તુમ મેસેજ છોડોગે, હમ ભારત છોડ કે બહુત દૂર જા ચૂકે હોંગે! રાબર્ટ... હમારે હેલિકોપ્ટર કા પંખા બંધ કરો, ઔર માઇકલ... હમારે હેલિકોપ્ટર કા એ.સી. ચાલુ કરો!’
શત્રુઘ્ન સિંહા
‘અબ્બે તુને શત્રુ કો ફોન કિયા હૈ, શત્રુ કો! કિસી ફટે હુવે તાશ કે તિરપનવે પત્તે કો નહીં, સમઝા? અપના નામ છોડ દેના, પતા હમ ખુદ જાન લેંગે!’
રાજકુમાર
‘જાનીઇઇઇઇ! જિન કે ઘર શીશે કે હોતે હૈં, વો દૂસરોં કે ઘર પર પથ્થર નહીં ફેંકા કરતે! ઔર જિન કે પાસ આન્સરીંગ મશીન હોતી હૈ, વો દૂસરોં સે ફોન પર બાત નહીં કિયા કરતે. ઇસ લિયે અપની આન્સરિંગ મશીન કા નંબર દે દો, હમારી આન્સરિંગ મશીન તુમ્હારી આન્સરિંગ મશીન સે બાત કર લેગી!’
અસરાની
‘હમ એમ.ટી.એન.એલ. કે ઝમાને કે ટેલિફોન એક્સચેન્જ હૈં! હમારી મરજી કે બગૈર કોઈ રોંગ નંબર ભી ઠીક સે નહીં લગ સકતા! ઔર યે હમ ક્યા સુન રહે હૈં? હમારી આન્સરિંગ મશીન મેં મેસેજ? હમ સુન કે રહેંગે! આધે... ઇસ કાન મેં આઓ. આધે... ઉસ કાન મેં આઓ. બાકી... હમારે પીછે સે આઓ! આ...’
ધર્મેન્દ્ર
બંદલાં...! બંદલાં...! બંદલાં...! મૈં મેરા આન્સરિંગ બોક્સ કાં બંદલાં હુઆ નંબર બી.એસ.એન.એલ. સે લે કર હી રહુંગા! અગર તૂને અપની માં કા દૂધ પિયા હૈ તો જરા હોલ્ડ કરના, મૈં જરા એશા કી માં ઔર સની કી માં કા ઝઘડા નિપટા કે આતા હૂં!
હેમા માલિની
‘ક્યું કિ હમેં જ્યાદા બકબક કરને કી આદત તો હૈ નહીં, ઇસ લિયે હમ શોર્ટ મેં સમઝા દેતે હૈં. વૈસે યે હેમા માલિની કા આન્સરિંગ મશીન હૈ. અગર મેરે લિયે મેસેજ હૈ તો એક નંબર કા બટન દબાના. અગર ધરમજી કે લિયે મેસેજ હૈ તો દો દબાના. અગર સન્ની ભૈયા કે લિયે મેસેજ હૈ તો તીન દબાના ઔર અગર એશા કે લિયે મેસેજ હૈ તો ચાર દબાના. વો શૂટિંગ મેં બિઝી હૈ. અગર તુમને ચાર નંબર કા બટન દબાયા તો ભી મેસેજ મુઝે હી મિલેગા ઔર અગર એક નંબર કા બટન દબાયા તો ભી મુઝે હી મિલેગા. ક્યોં કી દેખનેવાલી બાત યે હૈ કિ શૂટિંગ પે ભી મૈં હી હોતી હૂં ઔર ઘર પે ભી મૈં હી હોતી હૂં! ક્યું કી હમેં જ્યાદા બકબક કરને કી આદત તો હૈ નહીં, ઇસ લિયે શોર્ટ મેં સમઝ લો, કિ અગર મેરે લિયે મેસેજ હૈ તો એક દબાના...’
શાહરુખ ખાન
હે...ય ‘ક ક ક ક ક કૌન બોલ રહા હૈ. દેખો, દેખો, દેખો ક ક ક ક ક કટ મત કર દેના. કટ મત કર દેના. ક્યોંકિ મુઝે કટી પતંગ. કટી ટિકટ ઔર કટી જબાન સે બહોત ડર લગતા હૈ. ઔર યે જો આવાઝ ક ક ક ક ક કટ હોતી હૈ ના? ઉસ મેં મેરે આન્સરિંગ મશીન કા ક ક ક ક ક કોઈ ક ક ક કસૂર નહીં હૈ. યે તો ટેલિફોન ડિપાર્ટમેન્ટ કી લાઇન કા ફોલ્ટ હૈ! હે... ય!’
ગબ્બરસિંહ
‘સુના ગાંવવાલો? યહાં સે પચ્ચાસ પચ્ચાસ કોસ દૂર જબ રાત કો કિસી બચ્ચે કે મોબાઇલ કી ઘન્ટી બજતી હૈ તો ઉસ કી માં ઉસે કહતી હૈ મત ઉઠાના, મત ઉઠાના, વર્ના ગબ્બર કા વોઇસ મેઇલ આ જાયેગા!
ઔર તુમ? તુમ હમારા પૂરા આન્સરિંગ મશીન મિટ્ટી મેં મિલાઈ દિયે! ઈસ કી સજા મિલેગી... બરોબર મિલેગી. તનિક અપના ફોન નંબર તો દે? તેરે કો અભી સાડે સાત હજાર કા બિલ ભિજવાતાં હૂં!’
દિલીપકુમાર
‘એ ભાઈ...! એ ભા...આઆ..ઈ.! જરા મેસેજ રખના ભાઈ! મૈં ઇસ લિયે નહીં ચિલ્લા રહા હૂં કિ મેરી આન્સરિંગ મશીન ખરાબ હૈ, મગર ઇસ લિયે ચિલ્લા રહા હૂં કિ મૈંને અભી અભી યે ‘હેન્ડ્ઝ-ફ્રી’ ફોન લિયા હૈ. ઇસ લિયે ભા...ઈ, મૈં દૂ...ર સે બાત કર રહા હૂં! અભી આપ ભી મેરી તરહ ઊંચી આવાઝ મેં હી મેસેજ રખના. ક્યું કી મૈં ઉસે ભી દૂર સે હી સુનનેવાલા હૂં. સુન રહે હો ના ભા...આઆઈ? એ ભા...ઈ!’
સચીન તેન્ડુલકર
‘હલો! હું મણિબેન નહિ, ખુદ સચીન બોલું છું. હલો? હું હમણાં ચેન્નઈમાં છું, પછી હું બેંગ્લોર જવાનો છું, પછી કોલકતા, પછી જમશેદપુર, પછી જયપુર, જલંધર, દિલ્હી, નાગપુર, કાનપુર, ઇન્દોર, અમદાવાદ, વડોદરા અને ભૂવનેશ્વરમાં ઉદ્ઘાટનો કરવા જવાનો છું. એ પછી હું થોડો ફ્રી છું. પણ એ વખતે મારે એક કારની એડ્ શૂટ કરવાની છે. પછી એક ટાયરની એડ્ છે, એક ટ્યૂબની એડ્ છે, એક ટૂથપેસ્ટની એડ્ છે, એક ટૂથબ્રશની એડ્ છે, એક બેન્કની એડ્ છે, એક ક્રિકેટ કાર્ડની એડ્ છે... એ પછી મને થોડો ટાઇમ મળશે. પણ હા, ટાઇમ ઉપરથી યાદ આવ્યું મારે એક ઘડિયાળની એડ્ પણ કરવાની છે. એ પછી જ્યારે મને સમય મળશે ત્યારે મારા એકાઉન્ટન્ટ સાથે મારે દસ દિવસ બેસવાનું છે, કારણ કે ઘણા વખતથી મારી ટેક્સ-ફ્રી ઇન્કમ કેટલી થઈ તે ગણવાનું જ રહી જાય છે. એ દરમિયાન જો સરકાર મને મફતમાં અડધો ડઝન ‘ટોલ-ફ્રી’ ફોન આપશે તો હું જરૂર તમને એના પરથી ફોન કરીશ.’
અટલ બિહારી વાજપેયી
‘યદિ મેરા ગલા ઇતના ખરાબ ન હોતા... યદિ મેરે ગલે કી ખારાશ ને મેરે બરદાશ્ત કી સીમા પાર ન કી હોતી... ઔર યદિ ગ્લાયકોડીન કફ સિરપ ને ગલે કી ખારાશ કે સામને આરપાર કા યુદ્ધ ન છેડા હોતા... તો મૈં સ્વયં યહ ફોન ઉઠાતા. ખૈર, અબ જબ મૈં અપની અગલી બીમારી સે લૌટુંગા તબ તક મેરે ગલે પર મંડરા રહે યે બાદલ છંટ ભી સકતે હૈં યદિ બાદલ છટ ગયે હોંગે, તો હમ ઇસ દૂરભાષ યંત્ર સે વાર્તાલાપ કરેંગે.’
બીએસએનએલ
બીએસએનએલ એટલે ભારત સંચાર નિગમ લિમિટેડ. ટૂંકમાં ટેલિફોન ડિપાર્ટમેન્ટ. આમાં તમે કંપ્લેન લખાવવા માગતા હો, કોઈ માહિતી મેળવવા માગતા હો કે ફોનનું અધધધ બિલ શી રીતે આવ્યું તે જાણવા માગતા હો તો સામેના છેડેથી એક જ રેકોર્ડેડ મેસેજ સંભળાતો હોય છેઃ
‘આપ કતાર મેં હૈ, કૃપયા પ્રતીક્ષા કીજીયે... ટુણુટુણુટુણુ, ટુણુટુણુટુણુ (મ્યુઝિક છે), યુ આર ઇન ક્યુ. પ્લીઝ વેઇટ... ટુણુટુણુટુણુ, ટુણુટુણુટુણુ, આપ હરોળમાં છો, કૃપા કરી પ્રતીક્ષા કરો... ટુણુટુણુટુણુ, ટુણુટુણુટુણુ...’
•
હલો ત્યારે, તમે અમને ફોન કરો ત્યારે તમારે કોઈ કતારમાં ઊભા રેવાની જરૂર નથી. અટલે, ઝીંકે રાકો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!