જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 20th April 2022 05:49 EDT
 
 

ભૂરો સાઇકલની દુકાને ગયો અને બોલ્યો, ‘મેં આ સાઇકલ ખરીદી ત્યારે તમે કહ્યું હતું કે એક વર્ષમાં જે કંઈ તૂટશે તે રિપેર કરી આપશો?’
સાઇકલવાળોઃ હા, હા પણ શું તૂટ્યું છે?
ભૂરોઃ મારો પગ તૂટ્યો છે, રિપેર કરી આપો.
--
પતિ એક દિવસ મંદિરમાં મન્નત માગવા ગયો.
પતિઃ હે ભગવાન મને પરણેલામાંથી પાછો કુંવારો બનાવી દો...
ભગવાનઃ બેટા મન્નત માગ, જન્નત નહીં.
--
ટીચરે બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું, પણ ભૂરો બેસી રહ્યો હતો.
ટીચરઃ તું કેમ બેઠો છે?
ભૂરોઃ વરસાદને કારણે મેચ બંધ છે.
--
ભૂરોઃ હું મારું પર્સ ભૂલી ગયો છું, અને મારે તાત્કાલિક 2000ની જરૂર છે.
જિગોઃ ભૂરા, વળી પાછી તેં નાની વાત કરી દીધીને...
ભૂરોઃ કેમ?
જિગોઃ તને કોઈ દિવસ ના પાડી છે? આ લે ૫૦ રૂપિયા અને રિક્ષામાં ઘરે જઇને પર્સ લેતો આવ.

--


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter