ચંપાઃ બાળકો કહો, સત્ય અને ભ્રમમાં શું ફરક છે?
જિગોઃ તમે ક્લાસમાં ભણાવો છો તે સત્ય છે અને તમે સમજી રહ્યા છો કે અમને બધું સમજમાં આવી ગયું તે તમારો ભ્રમ છે.
•••
ગૌરવઃ નીરજા તું ક્યાં છે?
નીરજાઃ રેસ્ટોરાંમાં... ખૂબ ભૂખ લાગી હતી, એટલે જમવા આવી છું. તું ક્યાં છે?
ગૌરવઃ ભંડારામાં, તારી પાછળ જ લાઈનમાં છું. મારા માટે પણ ખીર લઈ લેજે.
•••
ચંગુઃ તમારી દીકરી જેટલા પૈસા એક મહિનામાં ખર્ચે છે તેટલી રકમ તો મારી ગાડીમાં એક અઠવાડિયાના પેટ્રોલમાં ખર્ચાય છે.
છોકરીનો બાપઃ એવી તો કઈ ગાડી ચલાવો છો તમે?
ચંગુઃ રોડ રોલર.
•••
શિક્ષકઃચિન્કી બોલ તો યમુના નદી ક્યાં વહે છે?
ચિન્કીઃ સર જમીન પર.
શિક્ષકઃ એમ નહીં, નકશા પર બતાવ.
ચિન્કીઃ નકશામાં કઈ રીતે વહેશે સર? નકશો પલળી નહીં જાય?
•••
જિગોઃ આ પત્નીથી તો કંટાળી ગયો, રોજ છૂટું વેલણ ફેંકે છે.
ભૂરોઃ તું એની રસોઈના વખાણ કર, તો નહીં મારે.
જિગોઃ (જમતાં જમતાં) વાહ આજે તો શું મસ્ત દાળ અને શાક બનાવ્યાં છે.
ચંપાઃ રોજ હું રાંધું છું ત્યારે મૂંગા રહો છો અને આજે પાડોશણ આપી ગઈ છે ત્યારે વખાણ યાદ આવ્યા?!
•••
છોકરીઃ જાનુ જણાવ તો ગૂગલ મેલ છે કે ફીમેલ..
છોકરોઃ બેબી, ગુગલ તો ફીમેલ છે
છોકરીઃ કેમ ?
છોકરોઃ કારણ કે તમારું વાક્ય પૂરું થાય તે પહેલાં જ તે પોતાના સજેસન શરૂ કરી દે છે.
•••
વકીલઃ હત્યાની રાત્રે તમારા પતિના અંતિમ શબ્દો કયા હતા?
પત્નીઃ મારા ચશ્માં ક્યાં છે સંગીતા?
વકીલઃ તો આટલી નાનીઅમથી વાતમાં તેની હત્યા કરી નાંખવાની?
પત્નીઃ મારું નામ સંગીતા નહીં, રંજના છે.
•••
(ટીચરે કલાસમાં પૂછ્યું)
ટીચરઃ કયું પક્ષી ઝડપથી ઊડે છે?
ભગોઃ જેને ઉતાવળ હોય એ!
•••