ભૂરોઃ મમ્મી હું કાલે સ્કૂલ નહીં જઉં!
ચંપાઃ કેમ તને કોઈએ ત્યાં માર્યું?
ભૂરોઃ આ ટીચર પોતાને ખબર નહીં શું સમજે છે?
ચંપાઃ કેમ શું થયું?
ભૂરોઃ તેમણે પોતે જ બોર્ડ પર લખ્યું ‘મહાભારત’ અને પાછા અમને પૂછે છે કે મહાભારત કોણે લખ્યું તે કહો...
•••
સાંતા ક્લોઝઃ આજે ક્રિસમસ છે. કોઈ વિશ કરો.
ચંગુઃ મારી પત્ની બદલી નાખો, અને બીજી સુંદર પત્ની આપો
અચાનક જ સાંતા ક્લોઝે ચંગુની ધોલાઈ શરૂ કરી દીધી. પછી ખબર પડી. ચંગુની પત્ની જ સાંતા ક્લોઝ બનીને આવી હતી.
•••
ચંગુ પોતાના પિતા સાથે પ્રાણી સંગ્રહાલય ફરવા ગયો ત્યાં ઝાડ પર સાપને લટકતો જોયો.
ચંગુએ કહ્યુંઃ અરે, આમ ઝાડ પર લટકાવાથી કંઈ નહીં થાય. મમ્મીને કહે કોમ્પ્લાન પીવડાવે.
•••
ચંગુ જંગલમાં જતો ત્યારે અચાનક જ સાપે તેના પગ પર દંશ માર્યો. ચંગુને પણ ગુસ્સો આવ્યો ને સાપની આગળ પગ ધરીને કહ્યુંઃ ‘માર... તને ઇચ્છા હોય એટલા દંશ માર...’
સાપે ચારથી પાંચ વાર પગ પર દંશ માર્યા છતાં ચંગુને કંઇ ન થયું. આ પછી થાકીને સાપે કહ્યુંઃ અરે તું તો માણસ છે કે ભૂત?
ચંગુઃ માણસ જ છું, પણ મારો પગ નકલી છે.
•••
શિક્ષક બુધિયાને સવાલ કર્યોઃ બોલ ઊડતી રકાબીની શોધ કોણે કરી?
બુધિયોઃ મારી મમ્મીએ.
શિક્ષક ઃ કઈ રીતે?
બુધિયોઃ રોજ મારા પપ્પાને રકાબી છુટ્ટી મારે છે.
•••
મમ્મીઃ બુધિયા, ફ્રીજ બરાબર સાફ કરી નાખ્યું છે ને?
બુધિયોઃ હા મમ્મી, એકદમ સાફ કરી નાખ્યું છે. બરફી અને રસમલાઈ તો એટલા સ્વાદિષ્ટ હતા કે વાત જ ન કર.
•••
બુધિયોઃ સાહેબ, પ્રશ્નપત્રમાં આ શું લખ્યું છે?
શિક્ષકઃ ગાંધીજીના જીવન પર પ્રકાશ ફેંકો.
બુધિયોઃ સાહેબ, આજે ટોર્ચ નથી લાવ્યો. કાલે લેતો આવીશ ત્યારે પ્રકાશ ફેંકીશ.
•••
પતિઃ તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.
પત્નીઃ કયો ફાયદો?
પતિઃ મને મારા કર્મોનું ફળ આ જન્મમાં મળી ગયું.
•••
પત્નીએ અચાનક જ પતિને તમાચો માર્યો.
પતિઃ મને લાફો કેમ માર્યો?
પત્નીઃ તમારા ગાલ પર મચ્છર હતો. હું હોઉં અને કોઈ બીજું તમારું લોહી પીવે એ હું ન ચલાવી લઉં.
•••