પતિઃ તારી સાથે લગ્ન કરીને મને એક ફાયદો થયો છે.
પત્નીઃ કયો ફાયદો?
પતિઃ મને મારા કર્મોનું ફળ આ જન્મમાં મળી ગયું.
•••
કર્મચારીઃ બોસ, તમે પરિણીત લોકોને જ નોકરી પર કેમ રાખો છો?
બોસઃ કારણ કે તેમને અપમાન સહન કરવાની ટેવ તેમજ જલ્દી ઘરે જવાની ઉતાવળ નથી હોતી.
•••
ચંગુઃ યાર તું કાલે આટલો દુઃખી કેમ હતો?
મંગુઃ મારી પત્નીએ 5000ની સાડી લીધી હતી એટલે.
ચંગુઃ તો પછી આજે આટલો બધો ખુશ કેમ છે?
મંગુઃ કારણ કે મારી પત્ની તે સાડી પહેરીને તારી પત્નીને મળવા જઈ રહી છે.
•••
નેહાઃ તારો ભાઈ આજકાલ શું કરે છે?
મીતાઃ તેણે એક દુકાન ખોલી હતી. પણ હાલ તે જેલમાં બંધ છે.
નેહાઃ એમ કેમ?
મીતાઃ અરે તેણે રાત્રે હથોડાથી દુકાન ખોલી હતી.
•••
શિક્ષકઃ ચંગુ તું કોલેજ કેમ આવે ?
ચંગુઃ સાહેબ, વિદ્યા માટે...
શિક્ષકઃ તો આજે કલાસમાં સૂઈ કેમ ગયો છે?
ચંગુઃ સાહેબ કારણ કે આજે વિદ્યા ગેરહાજર છે.
•••
બોયફ્રેન્ડઃ પૂજા તું ક્યાં છે?
પૂજાઃ એક શાનદાર હોટેલમાં છું, બહુ ભૂખ લાગી હતી એટલે જમવા આવી છું. બોલ તું ક્યાં છે?
બોયફ્રેન્ડઃ લંગરમાં... પૂજા, તારી પાછળ જ ઊભો છું. મારા માટે પણ ખીર લઈ લેજે.
•••
છોકરીઃ દર મહિને કેટલા કમાય છે?
છોકરોઃ આ મહિને બે કરોડ કમાયો હતો, પણ...
છોકરીઃ પણ, કેમ શું થયું?
છોકરોઃ બસ, પછી મોબાઈલમાં તીન પત્તી હેંગ થઈ ગઈ અને બધી કમાણી જતી રહી.
•••
પતિ પુત્રીનેઃ બેટા, તું પહેલા મને પપ્પા કહેતી હતી, અને હવે ડેડ શા માટે કહે છે?
પુત્રીઃ અરે ડેડ, પપ્પા કહેવાથી લિપસ્ટિક ખરાબ થઈ જાય છે.
•••