પત્ની પતિનેઃ સવાર પડી ગઈ, ઊઠો હું ભાખરી કરી નાખું.
પતિઃ તો કરને, હું ક્યાં તવા પર સૂતો છું.
•••
શિક્ષકઃ આજથી બધા છોકરા ક્લાસની છોકરીઓને બહેન કહેશે.
ચંગુઃ એ તો બરાબર, પણ આટલી બધી છોકરીઓના મામેરા કોણ ભરશે?
•••
પોલીસઃ યુ આર અંડર અરેસ્ટ, ચાલો હાથ ઊંચા કરો.
ચંગુઃ સાહેબ હું હાથ તો ઊંચા કરી દઈશ. પણ વચન આપો કે તમે ગલીપચી નહીં કરો.
•••
પત્ની બીમાર પડતા પતિ ડોકટર બોલાવી લાવ્યો. ડોક્ટરે થર્મોમીટર મોંઢામાં નાખીને કહ્યું, મોઢું થોડી વાર બંધ રાખો
પત્નીને મોઢું બંધ રાખીને જોતા પતિએ ડોક્ટરને પૂછયુંઃ સાહેબ આ કાચની ડાંડલી કેટલાની આવે?
•••
પોલીસઃ અમે સાંભળ્યું છે કે તમારા ઘરમાં વિસ્ફોટક છે. અમારે તમારા ઘરની તલાશી લેવી છે.
પતિઃ તમે બરાબર સાંભળ્યું છે, પણ સાહેબ અત્યારે તે ઘરે નથી પિયર ગઈ છે.
•••
ગણિતના શિક્ષણ સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબામાં રોટલી ડુબાડીને ખાતા હતા...
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા, અલ્યા ડબામાં શાક તો નથી?
ગણિત શિક્ષક બોલ્યા, અમે શાકને X (એક્સ) ધારેલ છે...
•••
ભૂરોઃ ઘરમાં તને સૌથી વધુ માન કોણ આપે?
જિગોઃ મારી પત્નીના કપડાં
ભૂરોઃ કપડાં કેવી રીતે?
જિગોઃ જ્યારે પણ કબાટ ખોલું, બે-ચાર પગમાં આવી પડે.
•••
ભૂરોઃ જો વાળ કપાવ્યા પછી હું તારાથી 10 વર્ષ નાનો લાગું છું ને?
ચંપાઃ મુંડન કરાવ્યું હતો તો, હમણાં જ જન્મ્યા હોય તેવા લાગત.
•••
શિક્ષક પૂછ્યછયુંઃ બોલ ટપુ, દુનિયાની સૌથી જોખમી નદી કઈ છે?
ટપુઃ સાહેબ! ભાવના.
શિક્ષકઃ (નવાઈથી) ભાવના?
ટપુઃ હા સાહેબ, મારા પપ્પા કહે છે કે એમાં બધા જ તણાઈ જાય છે.
•••