રીટાએ રિક્ષા સ્ટેન્ડ પર જઈ એક રિક્ષાવાળાને પૂછ્યછ્યછયુંઃ સ્ટેશન સુધી જવાના કેટલા રૂપિયા થશે?
રિક્ષાવાળોઃ મેડમ પચાસ રૂપિયા થશે!
રીટાઃ (નવાઈથી) પચાસ રૂપિયા?
રિક્ષાવાળોઃ હા, મેડમ! સ્ટેશન અહીંથી પાંચ કિલોમીટર છે.
રીટાઃ હોતું હશે! આ રહ્યું સ્ટેશન!
રિક્ષાવાળોઃ મેડમ હાથ પાછો ખેંચી લો, ક્યાંક ટ્રેન સાથે અથડાઈ ન જાય!
•••
કર્મચારીઃ સાહેબ આજે ખૂબ જ વરસાદ છે, શું કરું?
સાહેબઃ ભાઈ, તમે નક્કી કરો, આખો દિવસ મારા હાથ નીચે કામ કરવું છે કે ઘરવાળીના હાથ નીચે?
કર્મચારીઃ સાહેબ! થોડી વારમાં નીકળું છું. જરાક મોડો પડીશ, પણ આવી જઉં છું.
•••
શાકબજારમાં બે બહેનપણીઓ વર્ષો પછી મળી. એકબીજાના પરિવારની વાતો ચાલી.
કમલીઃ મારા પતિ કલેકટર ઓફિસમાં પીએ છે.
રમલીઃ વાહ! મારા પતિ સચિવાલયમાં પીએ છે.
શાકવાળીએ તરત વચમાં ડબકું મૂકતાં કહ્યુંઃ તમે ઘરે નહીં પીવા દેતા હોવ એટલે! બાકી મારા એ તો ઘેર જ પીએ છે.
•••
બબલદાસને બેન્કમાંથી મેલ આવ્યોઃ માનનીય સર કૃપા કરી તમારા PANની વિગતો મોકલી આપશો, જેથી અપડેટ કરી શકીએ.
બબલદાસઃ બેન્કવાળા પણ પાનની વિગત માગે? ખેર! ભીની સોપારી, ગુલકંદ, વરિયાળી, ઇલાયચી અને હા, ચૂનો સાવ નામનો જ લગાવવો.
•••
શિક્ષકઃ મારા સવાલનો જવાબ આપશે તેના ફોનનું આગામી રિચાર્જ હું કરાવી આપીશ
ભૂરોઃ પૂછો સવાલ...
શિક્ષકઃ એક ખેતરને ચાર લોકો દસ દિવસમાં ખેડી કાઢે તો ત્રણ લોકો કેટલા દિવસમાં ખેડે?
ભૂરોઃ ના ખેડે.
શિક્ષકઃ કેમ?
ભૂરોઃ આપણે જોડેનો એક માણસ ન આવે તો તેને શોધવાનો કે ખેતર ખેડવાનું?
•••
પતિ અને પત્ની વચ્ચે વાતચીત ચાલતી હતી
પત્નીઃ એક કામ કરો, ઘરની તમામ બેકાર વસ્તુઓ કાઢી નાખો
પતિઃ સારું, પણ પછી તું ક્યાં રહીશ એ તો કહે...
•••