લીલીઃ કોરોનામાં વર્કફ્રોમ હોમથી તમને શું લાભ થયો?
ભૂરોઃ મારી ઇમ્યુનિટીમાં ઘણો વધારો થયો છે. મારું એનર્જી લેવલ પણ વધ્યું છે.
લીલીઃ એમ? તમને આ ખબર કેવી રીતે પડી?
ભૂરોઃ જો પહેલાં હું સાથે પત્ની સાથે ઝઘડતો ત્યારે 10 મિનિટમાં થાકી જતો હતો પણ હવે 4-5 કલાક આરામથી પસાર થઈ જાય છે.
•••
ચંપાઃ શાકભાજીના તે આટલા બધા ભાવ હોતા હશે... કંઇક વાજબી ભાવ રાખ, ભાઈ
જિગોઃ મહેરબાની કરીને શાક લેવામાં જલદી કર, મારે ઓફિસે જવાનું મોડું થાય છે
ચંપાઃ તમે તો વચ્ચે બોલો જ નહીં. આવીને આવીને ઉતાવળમાં જ તમને હા પડાઈ ગઈ હતી. મારે હવે શાકભાજીમાં છેતરાવું નથી.
•••
ભૂરોઃ તું સાંજની રસોઈ બનાવવામાંથી કઈ રીતે બચી જાય છે?
જિગોઃ એકદમ સિમ્પલ ટ્રિક અજમાવી છે.
ભૂરોઃ તેમાં શું કરવાનું?
જિગોઃ રસોઇની બધી તૈયાર થઇ ગયા પછી મેં ભોળાભાવે પત્ની પૂછ્યછયું હતું કે, ‘સાબુદાણાની ખીચડી બનાવવામાં કયો સાબુ વપરાય?’
ભૂરોઃ પછી શું થયું?
જિગોઃ રસોઇ કરવાનું તો ઠીક, તે દિવસ પછી તો મારી પત્ની મને રસોડા બાજુ ફરકવા પણ નથી દેતી..!
•••
પતિ (ફોન પર પત્નીને): તું બહુ પ્રેમાળ છે.
પત્ની: થેન્ક્સ...
પતિ: તું તો એકદમ રાજકુમારી જેવી છે.
પત્ની: (શરમાઇને) બીજું બોલો, શું કરો છો?
પતિ: નવરો બેઠો હતો, વિચાર્યું થોડી મજાકમસ્તી કરું તો ફ્રેશ થઇ જાવ.
•••
જમાઇ પોતાના સાસરે ગુરુજીનું પ્રવચન સાંભળવા ગયો.
ગુરુજીઃ જે સ્વર્ગમાં જવા માગે છે તે પોતાના હાથ ઉઠાવે.
સાસુ અને પત્ની સહિત બધાએ હાથ ઉઠાવ્યા, પણ જમાઇએ નહીં
ગુરુજીએ પૂછ્યછયું: કેમ તમે સ્વર્ગ નથી જવા માગતા?
જમાઇ: આ બંને જતાં રહેશે તો પછી મારે તો અહીં જ સ્વર્ગ થઇ જશે.
•••