દર્દીએ (ડોક્ટરને)ઃ સાહેબ હું રોજ ૫૦ રૂ.ની દવા લઉં છું, પણ કશો ફાયદો નથી.
ડોક્ટરઃ હવે તું રોજ મારી પાસેથી ૪૦ રૂપિયાની દવા લેજે, એટલે તને રૂ. ૧૦નો ફાયદો થશે.
•
સંતાની ગર્લફ્રેન્ડના મેરેજ માટે સંતાને કંકોત્રી મોકલી.
સંતાએ બહુ વિચાર્યું કે જવું કે ના જવું.
પછી નક્કી કર્યું કે જવું જ કેમ કે પ્રેમ અલગ બાબત છે અને મેરેજમાં જમવું એ અલગ બાબત છે.
•
પત્નીઃ હું રોજ પૂજા કરું છું. કદાચ કોઈ દિવસ શ્રીકૃષ્ણના દર્શન થઈ જાય.
પતિઃ એક વાર મીરાબાઈની જેમ ઝેર પી લે, શ્રીકૃષ્ણ ભગવાન તો શું, બધા ભગવાનના દર્શન થઈ જશે.
•
સરકારી નોકરીમાંથી કાઢી મુકાયેલા એન્જીનિયરો બહુ ખતરનાક સાબિત થતા હોય છે! બે મશહુર દાખલા મોજુદ છે...
એક અરવિંદ કેજરીવાલ
અને બીજા બાબા રામપાલ !
•
સંતાને એનો સસરો જૂતાં પર જૂતાં ફટકારી રહ્યો હતો. કોઈએ પૂછ્યું, ‘ક્યા હુઆ? ક્યું માર રહે હો?’
સંતાના સસરાઃ મૈંને ઈસ કો હોસ્પિટલ સે વોટ્સ-એપ કિયા કિ મેરી સિમરન કો બેટા હુઆ હૈ, ઔર તુમ બાપ બન ગયે હો... તો ઈસ ગધે ને ૫૦ લોગોં કો વહી મેસેજ ફોરવર્ડ કર દિયા!
•
પતિઃ ચાલો, આજે હોટેલમાં જઈએ.
પત્નીઃ કેમ, તમને મારા હાથનું ખાવાનું નથી ભાવતું કે શું?
પતિઃ ના, પણ આજે મારો વાસણ ધોવાનો મૂડ નથી.
•
પત્નીઃ હું મરી જઈશ.
પતિઃ હું પણ મરી જઈશ.
પત્નીઃ પણ તમારે કેમ મરવું છે?
પતિઃ હું આટલી ખુશી સહન નહીં કરી શકું.
•
આભારદર્શન કરતાં મંત્રીએ વિદ્વાન વક્તાનો આભાર માન્યો અને કહ્યુંઃ તેમણે તેમના પુરસ્કારની રકમ મંડળને ભેટ આપી છે એટલે હવે આપણે આવતા વખતે વધારે સારા પ્રવચનો ગોઠવી શકીશું.
•
પાડોશીએ બાજુવાળા ચિન્ટુને કહ્યુંઃ અમે ટીવી લીધું છે એટલે છાપું લેવાનું બંધ કર્યું છે તેથી હવે તું છાપું લેવા આવીશ નહીં.
થોડી વાર પછી ચિન્ટુએ કાગળ-પેન્સિલ આપીને પાડોશીને કહ્યુંઃ પપ્પાએ કહ્યું છે કે આ કાગળ પર ટીવીમાં જાહેરખબર અને સમાચાર ક્યારે-ક્યારે આવે છે તે લખી આપો.
•
ઘડિયાળ બનાવવાના કારખાનામાંથી ત્રણ જણને છૂટા કરવામાં આવ્યા.
એક જણે કહ્યુંઃ મને મોડો આવવા બદલ કાઢી મૂકવામાં આવ્યો છે. કહે છે કે મારા મોડા આવવાથી ઉત્પાદન ઓછું થાય છે.
બીજાએ કહ્યુંઃ મને વહેલા આવવા માટે કાઢી મૂકવામાં આવ્યો છે. કહે છે કે મારા વહેલા આવવાથી ઉત્પાદન વધારે થવાથી ભાવ પર એની માઠી અસર થાય છે.
ત્રીજાએ કહ્યુંઃ મને સમયસર આવવા માટે કાઢી મૂકવામાં આવ્યો છે. કહે છે કે હું બીજા કારખાનામાં બનાવેલી ઘડિયાળ વાપરીને સમયસર આવું છું.
•