જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 26th April 2023 10:22 EDT
 
 

શિક્ષકઃ શેમ્પૂમાં બદામ શા માટે નાખવામાં આવે છે?
ભૂરોઃ કારણ કે વાળને સતત યાદ રહે કે તેને ખરવાનું નથી.
•••

પાડોશીઃ તમારા પતિ જેલમાંથી છૂટી ગયા?
પત્નીઃ હા, એમનો કદી ક્યાંય ટાંટિયો ટકતો જ નથી.
•••
ભૂરોઃ બજારમાંથી ફ્રૂટ લઈ આવી?
લીલીઃ ના...
ભૂરોઃ કેમ?
લીલીઃ આખું બજાર ફરી, પણ તમારો પેલો ફ્રૂટવાળો ધીરજ ના મળ્યો
ભૂરોઃ ધીરજ કોણ?
લીલીઃ તમે જ કહેતા ને કે, ધીરજના ફળ મીઠાં હોય છે તે હું તેને શોધતી હતી.
•••
શિક્ષકઃ તું પક્ષીઓ વિશે બધું જાણે છે?
ચંગુઃ હા,
શિક્ષકઃ તો બોલ કયું પક્ષી ઊડી નથી શકતું?
ચંગુઃ મરી ગયેલું પક્ષી!
•••
ચંગુ (મંગુને)ઃ તું આ ઓફિસમાં ક્યારથી કામ કરે છે?
મંગુઃ જ્યારથી બોસે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે ત્યારથી.
•••
બસ સ્ટેન્ડ પર છોકરી ઊભી હતી, ત્યારે એક છોકરો બાઈક પર ત્યાંથી નીકળ્યો
છોકરોઃ મને ઓળખ્યો?
છોકરીઃ ના.
છોકરોઃ અરે, થોડી વાર પહેલાં તો તારી સામેથી નીકળ્યો હતો!
•••
ભૂરોઃ જિગા તારે ફિલ્મમાં ડાયલોગ બોલતાં બોલતાં સીડીથી નીચે ઊતરવાનું છે, જેવો તું નીચે ઊતરીશ તો તારી સામે સિંહ ઊભો હશે. બસ તારે સિંહ સામે જોવાનું છે, સમજી ગયો?
જિગોઃ હું તો સમજી ગયો છું, પણ તે સિંહને તો આ સીન સમજાવ્યો છેને?
•••
ચંપા ટીચરઃ કોઈ આપણી સ્કૂલ સામે બોમ્બ મૂકી જાય તો તમે શું કરો?
જિગોઃ પાંચ-દસ મિનિટ રાહ જોવાની પછી કોઈ લેવા ના આવે તો સ્ટાફરૂમમાં જમા કરાવી દેવાનો. નિયમ એટલે નિયમ.
•••
લીલીઃ (બસમાંથી) આ જુઓ તો, કેમ રોડ પર વચ્ચે વચ્ચે મારા બાપુજી ડાયા અરજણનું નામ કેમ લખ્યું છે?
ભૂરોઃ મૂંગી રહે, આ ડાયા અરજણ નહીં, ડાયવર્ઝન લખ્યું છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter