જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 10th May 2023 12:28 EDT
 
 

ડો. ચંપાઃ બોલો, શું તકલીફ છે?
જિગોઃ ડોક્ટર તમે છો તો પછી બીમારી હું શા માટે બતાવું?
ડો. ચંપાઃ નર્સ આમને ઓપરેશન થિયેટરમાં લઈ લો, આમની કિડની ખરાબ થઈ ગઈ છે, કાઢી નાંખવી પડશે.
જિગોઃ અરે તમે ગાંડા થઈ ગયા છો કે શું, મારા તો પગમાં દુખાવો થાય છે.
ડો. ચંપાઃ ચુપ બેસો, ડોક્ટર હું છું કે તમે?
•••
બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડને તેની કારમાં બેસાડી લઈ જઈ રહ્યો હતો
ગર્લફ્રેન્ડઃ આપણે ક્યાં જઈએ છીએ?
બોયફ્રેન્ડઃ લોન્ગ ડ્રાઈવ પર.
ગર્લફ્રેન્ડઃ વાઉ, પહેલાં કેમ ના કહ્યું?
બોયફ્રેન્ડઃ મને પણ હમણાં જ ખબર પડી
ગર્લફ્રેન્ડઃ એવું કેમ?
બોયફ્રેન્ડઃ કારની બ્રેક ફેઇલ છે.
•••
માતાએ દીકરાને ફોન કરીને કહ્યુંઃ બેટા જલદી ઘરે આવી જા, વહુને પેરેલિસિસનો એટેક આવ્યો છે. તેનું મોઢું વાકું થઈ ગયું છે, આંખના ડોળા ઉપર જતા રહ્યા છે અને ડોક ફરી ગઈ છે.
દીકરો બોલ્યોઃ મા, તું જરાય ચિંતા ના કરીશ. તે સેલ્ફી લઈ રહી છે.
•••
ગોલુઃ પંજાબ એક્સપ્રેસ ક્યારે આવશે?
ટીટીઃ પાંચ વાગ્યે
ગોલુઃ લોકલ?
ટીટીઃ 9 વાગ્યે તારે ક્યાં જવું છે?
ગોલુઃ ક્યાંય નહીં... બસ, પાટા પર સૂતાસૂતા સેલ્ફી લેવી છે.
•••
ચિન્ટુઃ ઘોડી પર વરરાજાને જે કેમ બેસાડવામાં આવે? દુલ્હનને કેમ નહીં?
મિન્ટુઃ ઘોડી પર બેસાડીને વરરાજાને ભાગવાની છેલ્લી તક આપવામાં આવે છે.
•••
પત્નીઃ હું તમારી સાથે વાત નહીં કરું.
પતિઃ બહુ સારું...
પત્નીઃ તમને કારણ જાણવામાં પણ
રસ નથી?
પતિઃ ના, હું તારા નિર્ણયનો આદર કરું છું.
•••
ચંપાઃ મારા પતિ આજકાલ કેબીસીના અમિતાભ બની રહ્યા છે
લીલીઃ કેમ શું થયું?
ચંપાઃ જ્યારે પૈસા માંગીએ ત્યારે પૂછે છે શું કરીશ આટલી ધનરાશીનું?
•••
મનિયો (હાથ જોડીને): હે ભગવાન, ગર્લફ્રેન્ડ આપો કે ન આપો પણ..
પત્ની એવી આપજો કે જેને જોઈને પડોશીઓના જીવ બળી જાય...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter