જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 17th May 2023 06:27 EDT
 
 

ચંપાઃ ભાઈ, સફરજન કેમ આપ્યા?
ભૂરોઃ 100 રૂપિયાના 10 નંગ.
ચંપાઃ આટલા બધા તે કંઇ હોતા હશે... કંઈક ઓછું કરો.
ભૂરોઃ ઠીક છે, 80 રૂપિયાના 8 લઈ જાવ.
ચંપાઃ હા, હવે બરાબર... આપી દો.
•••
ગોલુઃ કસ્ટમરને સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?
મોલુઃ વીજળી વિભાગ.
ગોલુઃ એ કેવી રીતે?
મોલુઃ તારને હાથ લગાવી જોજે... તને ખબર પડી જશે.
•••
છોકરીવાળા છોકરો જોવા ગયા.
છોકરીવાળાઃ અમારે એવો છોકરો જોઈએ કે, જે કંઈ આચરકુચર ખાતો - પીતો ન હોય અને કોઈ ખોટું કામ ન કરતો હોય.
છોકરાવાળાઃ એવો છોકરો તો હોસ્પિટલના આઈસીયુમાં જ મળશે. ત્યાં જઈને શોધો.
•••
એક યુવક - યુવતી હોટેલમાં જમવા ગયા.
વેઈટરઃ આપ શું લેશો?
યુવકઃ પેલો તીખો તમતમતો ઘેવર લઈ આવ.
વેઈટરઃ શું?!
યુવતીઃ આ પાગલ પિત્ઝા માંગી રહ્યો છે.
•••
ટીનિયો દવાખાને ડોક્ટરને બતાવવા ગયો.
તપાસી લીધા બાદ ડોક્ટરે કહ્યું કે તમારી બીમારી મારી સમજમાં નથી આવતી, લાગે છે કે, દારૂ પીવાને કારણે આમ થયું છે.
ટીનિયો; સારું તો, તમારો દારૂ ઊતરી જાય ત્યારે હું આવીશ.
•••
ચંગુએ છોકરીને પ્રપોઝ કર્યું. તો છોકરીએ ચંગુને ચપ્પલ અને થપ્પડથી ખૂબ લમધાર્યો.
ચંગુએ પછી ઊઠીને કપડાં ઠીક કર્યા
અને છોકરીને પૂછયું: તો હું તારો જવાબ ના સમજુંને?
•••
જિગોઃ તું કોલેજે શા માટે જાય છે?
ભૂરોઃ વિદ્યા માટે...
જિગોઃ તો પછી આજે કેમ નથી ગયો?
ભૂરોઃ આજે વિદ્યા નથી આવવાની એટલે.
•••
કર્મચારીઃ હેલો, બોસ મને આંતકવાદીઓએ પકડી લીધો છે. બંને પગ કાપી નાખ્યા છે, આંખો ફોડી નાખી છે.
બોસઃ જોઈ લે યાર, શક્ય હોય તો આવી જા, આજે ઓડિટનો લાસ્ટ ડેટ છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter