ટીચરઃ ચંદુ બોલ તો ટેલિફોનના વાયરને આટલા ઉપર કેમ રખાય છે?
ચંદુઃ જેથી લોકો બે જણા વચ્ચે ટેલિફોન પર થતી વાતચીત સાંભળી ના જાય.
•••
પપ્પાએ ચિન્ટુને પૂછ્યછયુંઃ આ માથાં પર મરચાંનો લેપ કેમ લગાવ્યો છે?
ચિન્ટુઃ હું મારું મગજ એકદમ તેજ કરવા માંગું છું એટલે.
•••
ટીચરઃ 15 ફળના નામ જણાવ
સોનુંઃ કેરી, ચીકુ, જામફળ અને...
ટીચરઃ શાબાશ, ફટાફટ બીજા 12 ફળના નામ કહે.
સોનુંઃ ...એક ડઝન કેળાં.
•••
કાકાઃ બેટા, શું કરે છે?
ભત્રીજોઃ નારી સન્માન સેવા પર કામ કરી રહ્યો છું.
કાકાઃ સોશિયલ વર્કર છે?
ભત્રીજોઃ ના કાકા, ફેસબુક પર બધી છોકરીઓના ફોટા લાઈક કરું છું.
•••
એક ફેશન ડિઝાઇનર બસમાં ચઢયો ત્યાં તેના મોબાઈલમાં રિંગ વાગી
કોલ રિસીવ કરીને તરત જ બોલવાનું શરૂ કર્યુંઃ તું હાથ કાપીને રાખજે. ગળું તો હું જ આવીને કાપીશ.
આટલું સાંભળતાં જ બસ ખાલી થઈ ગઈ.
•••
છોકરીઃ આજે મારા ભાઈએ મને તારી સાથે બાઇક પર જોઈ લીધી હતી.
બોયફ્રેન્ડઃ ઓહ, પછી શું થયું?
છોકરીઃ થાય શું? મારા બસભાડાના પૈસા પાછા લઈ લીધા. મારી ફેમિલી બહુ ડેન્જર છે.
•••
ચંદુ મોબાઈલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપવા ગયો પણ પહેલા સવાલ બાદ જ તેને ભગાડી દેવાયો હતો.
સવાલઃ સૌથી પ્રખ્યાત નેટવર્ક કયું છે?
ચંદુઃ કાર્ટૂન નેટવર્ક...
•••
પિન્ટુઃ યાર, છોકરીઓને જલસા છે. લગ્ન પહેલાં પપ્પાની પરી હોય છે અને લગ્ન બાદ ઘરની લક્ષ્મી બની જાય છે.
ચિંટુઃ અને છોકરા?
પિન્ટુઃ કંઈ નહીં લગ્ન પહેલાં પપ્પાનો માર ખાય છે અને લગ્ન બાદ પત્નીનો.
•••
શિક્ષકઃ ભેંસ પૂછડી કેમ હલાવે છે?
ચંગુઃ કારણ કે પૂછડીમાં ભેંસને હલાવવાની તાકાત નથી હોતી.
•••