ચંગુએ ફોટો આલબમ જોતાં કહ્યુંઃ મમ્મી, ફોટામાં તમારી સાથે આ હેન્ડસમ કોણ છે?
મમ્મીઃ એ તારા પપ્પા છે.
ચંગુઃ તો આપણે આ ટકલું સાથે કેમ
રહીએ છીએ?
•••
ભૂરોઃ તને સ્વિમિંગ આવડે છે?
જિગોઃ ના, નથી આવડતું
ભૂરોઃ તારા કરતાં તો કૂતરા સારા જેને તરતાં આવડે છે
જિગોઃ તને સ્વિમિંગ આવડે છે?
ભૂરોઃ હા આવડે છે ને....
જિગોઃ તો પછી તારામાં અને કૂતરામાં ફરક શું રહી ગયો?
•••
ભૂરોઃ આ જો છાપામાં પણ લખ્યું છે?
લીલીઃ શું લખ્યું છે?
ભૂરોઃ કે પુરુષ રોજના સરેરાશ ૫૦૦૦ શબ્દો બોલે છે જ્યારે સ્ત્રી ૧૦,૦૦૦
લીલીઃ સાચું જ છે ને... તમને એકની એક વાત દસ વખત કહીએ ત્યારે તો તમને સમજાય છે.
•••
ચંપાઃ (ભરબપોરે) એ હાલો ડિનર લઈ લ્યો
જિગોઃ અલી અત્યારના ભોજનને ડિનર નહીં, લંચ કહેવાય.
ચંપાઃ પણ આ તો ગઈકાલ રાતનું વધેલું છે એટલે ડિનર જ કહેવાયને!
•••
સાહેબઃ ભૂરા, મોટો થઈને શું કરીશ?
ભૂરોઃ સાહેબ, હું બે લગ્ન કરીશ.
સાહેબઃ બે લગ્ન કેમ?
ભૂરોઃ એક પત્ની મારે તો બીજી બચાવે ને...
સાહેબઃ (10 વર્ષ પછી) ભૂરા, તારું લગ્નજીવન કેવું ચાલે છે?
ભૂરોઃ સાહેબ, શું વાત કરું, એક પકડી રાખે છે ને બીજી મારે છે!
•••
જિગોઃ ડોક્ટર હું જ્યારે ઊંઘું છું તો મારા સપનામાં વાંદરાઓ ફૂટબોલ રમે છે.
ભૂરોઃ કોઈ વાંધો નહીં, રાતે સૂતાં પહેલા આ ગોળી ખાઈ લેજો.
જિગોઃ સાહેબ, આજે નહીં કાલથી ખાઈશ
ભૂરોઃ કેમ?
જિગોઃ સાહેબ આજે તો ફાઈનલ છે!
•••
શેઠઃ જરા જો તો શું ટાઈમ થયો?
ભૂરોઃ સેઠ, મને ટાઇમ જોતાં નથી આવડતો
શેઠઃ સારું કંઈ વાંધો નહીં મને એ જણાવ મોટો કાંટો ક્યાં છે અને નાનો ક્યાં છે?
ભૂરોઃ સાહેબ બંને કાંટા ઘડિયાળની અંદર જ છે.
•••
જિગોઃ ફટાફટ અંગ્રેજી શીખો, મહિલાઓ માટે ફીમાં ૫૦ ટકાની રાહત
ભૂરોઃ આ મહિલાઓને રાહત કેમ?
જિગોઃ તેમને ફટાફટ બોલતા તો આવડતું જ હોય છે ફક્ત અંગ્રેજી શિખવવાનું હોય છે.
•••