જોક્સ

હાસ્ય - જોક્સ

Wednesday 21st June 2023 11:07 EDT
 
 

એક બેવકૂફ માણસ સ્માર્ટ દેખાવા ચશ્માં પહેરવાનું શરૂ કરે તો એને શું કહેવાય?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!

•••

ટીચર: પપ્પુ, કાલે સ્કૂલે કેમ નહોતો આવ્યો?
પપ્પુ: મને બર્ડ ફ્લુ થઈ ગયો હતો.
ટીચર: અલ્યા, બર્ડ ફ્લુ પક્ષીઓને થાય, માણસને નહીં.
પપ્પુ: ટીચર, તમે મને ક્યાં માણસ ગણો જ છો? રોજ તો મને મુર્ગો બનાવી દો છો!
•••
ક્રોધે ભરાયેલી પત્નીએ એના પતિને કહ્યું, ‘તું તારો સામાન પેક કર અને અત્યારે ને અત્યારે ઘર છોડીને જતો રહે!’
પતિ બેગમાં પોતાનો સામાન ભરવા માંડ્યો.
પત્નીનો રોષ હજુ ઉતર્યો નહોતો. એ કહે, ‘હું તો ઇચ્છું છું કે તું રીબાઈ રીબાઈને મરે. ’
પતિએ પત્નીની સામે જોઈને કહ્યું, ‘તો શું હું ઘર છોડીને ન જાઉં?’
•••
જિગોઃ ચાલ, આજે જમવા બહાર જઈએ.
લીલીઃ વાહ, હું પાંચ મિનિટમાં તૈયાર થઈ જાઉં.
જિગોઃ ભલે... હું ત્યાં સુધીમાં કમ્પાઉન્ડમાં ચટાઈ પાથરું છું.
•••
ભૂરોઃ પત્નીને ખુશ કરવાની ફોર્મ્યુલા વિશે તને ખબર છે?
જીગોઃ કેવી ફોર્મ્યુલા?
ભૂરોઃ વોલેટનું મોઢું ખુલ્લું રાખો અને આપણું મોઢું બંધ રાખો
•••
ચંપાઃ બોલ બેટા, હવે શું કરીશ?
ભૂરોઃ મહેમાન જાય પછી જે કાયમ કરું છું એ જ... તમે જશો પછી બિસ્કિટ ખાઈશ, ગાઠિયાં તો તમે પૂરા કરી નાખ્યા.
•••
ચંપાઃ કેમ આજે મને તેડીને ફરો છો?
જિગોઃ સ્વામીજીએ કહ્યું છે કે તમારા દુઃખોનો ભાર તમે જ ઉપાડો.
•••
ભૂરોઃ કોરોનાકાળમાં લોકડાઉનમાં સમાજને શું મળ્યું?
જિગોઃ ઓનલાઈન ગાયક, કવિ અને ઘણાબધા કૂક...
•••
ભૂરોઃ તું બાઈક કે કાર ચલાવે છે?
લીલીઃ ના
ભૂરોઃ તો પછી શું ચલાવે છે?
લીલીઃ ફેસબુક, કારણ કે તેમાં હાથપગ તૂટવાનું જોખમ નથી હોતું અને પેટ્રોલનો ખર્ચો પણ બચે છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter