ભૂરોઃ કાલે એક યુવતીએ સ્માઈલ આપ્યું. કાગળ નહોતો તો મેં 50 રૂપિયાની નોટમાં નંબર લખી આપ્યો.
જિગોઃ પછી શું થયું?
ભૂરોઃ તેણે આગળ જઈને એ જ પૈસાથી પાણીપૂરી ખાઈ લીધી હશે. હવે પાણીપૂરીવાળાનો ફોન આવે છે.
•••
ચંપાઃ હવે પિયરમાં મજા નથી આવતી... મને જલ્દી તેડી જાવ.
જિગોઃ હજુ ચાર-પાંચ દિવસ રોકાઈ જાને...
ચંપાઃ ભાઈ, ભાભી, બહેન, પપ્પા, મમ્મી બધા સાથે બે-બે વાર ઝઘડી લીધું, હવે બહુ થયું.
જિગોઃ અરે એવું ન હોય. ઝઘડો તો થાય.
ચંપાઃ હા પણ તમારી સાથે ઝઘડવામાં જેવી મજા આવે છે એવી અહીંયા નથી આવતી.
•••
લીલીઃ તમારા મોઢે માસ્ક પહેરો.
ભૂરોઃ પણ અત્યારે હું ક્યા બહાર જાવ છું? ઘરમાં તો છું.
લીલીઃ ભલે ઘરમાં હો પણ મોઢું ઢાંકો.
ભૂરોઃ પણ કેમ?
લીલીઃ આ એકને એક મોઢું જોઈને કંટાળી જાઉં છું.
•••
ભૂરોઃ તને રસોઈ બનાવતા નથી આવડતું?
લીલીઃ ના...
ભૂરોઃ તો લગ્ન પહેલાં કેમ કીધું નહીં?
લીલીઃ મારે તમને સરપ્રાઈઝ આપવી હતી.
•••
ટીચરઃ ન્યૂટનનો નિયમ જણાવ.
સ્ટુડન્ટઃ સર, આખો નિયમ તો યાદ નથી. બસ છેલ્લી લાઈન યાદ છે.
ટીચરઃ સારું, છેલ્લી લાઈન જણાવ.
સ્ટુડન્ટઃ ... અને આને ન્યૂટનનો નિયમ કહે છે.
•••
ગટુઃ જો તને ગરમી લાગે તો તું શું કરે છે?
બટ્ટુઃ હું કૂલર પાસે જઈને બેસી જઉં છું.
ગટ્ટુઃ તે પછી પણ ગરમી લાગે તો શું
કરે છે?
બટ્ટુઃ તો પછી હું કૂલર ચાલુ કરી દઉં છું.
•••
ભૂરોઃ તને ખબર છે આપણા માતાપિતા અને વિદેશી માતાપિતામા શું ફરક છે?
જિગોઃ કેવો ફરક?
ભૂરોઃ વિદેશમાં માતા-પિતા છોકરાને જગાડે તો ગુડ મોર્નિંગ કહે અને આપણે ત્યાં પંખો બધ કરી દેવાનો રિવાજ છે.
•••