એક વાર આર્યભટ્ટ પોતાના એવા મિત્રોની ગણતરી કરી રહ્યા હતા જે સંકટ સમયે કામ આવે. એમણે ખૂબ વિચાર કર્યો, ખૂબ વિચાર કર્યો ને પછી શૂન્યની શોધ કરી.
•••
બોસ: રાહુલ, તું પુનર્જન્મમાં માને છે?
રાહુલ: હા, સર. માનું છું. કેમ?
બોસ: ના ના, આ તો ગયા સોમવારે તારા માસા ગુજરી ગયા હતા એટલે તું લંચ ટાઇમમાં ઓફિસેથી નીકળી ગયો હતોને? એ માસા મને કાલે શોપિંગ મોલમાં મળ્યા હતા.
•••
રોહિત: ગૂગલ સ્ત્રી છે કે પુરુષ?
મોહિત: અફકોર્સ, સ્ત્રી.
રોહિત: કઈ રીતે?
મોહિત: આપણે વાક્ય પૂરું કરીએ તે પહેલાં તો એ સજેશન આપવા માંડે છે!
•••
મહિલાઃ મારું વજન કેવી રીતે ઓછું થશે?
ડોક્ટરઃ તમારી ગરદન ડાબે-જમણે હલાવો.
મહિલાઃ ક્યારે?
ડોક્ટરઃ કોઈ કંઈ ખાવા માટે પૂછે ત્યારે...
•••
સોનું (પડોશી મિત્ર મોનુને)ઃ આજે સવારે તારા ડોગે મારી બુક ફાડી નાખી.
મોનુઃ હું હમણાં જ તેને પનિશમેન્ટ
આપું છું.
સોનુઃ રહેવા દે ભાઈ, મેં આપી દીધી છે.
મોનુ (ચોંકીને)ઃ એ કેવી રીતે?
સોનુઃ હું તેના કટોરામાંથી દૂધ પી ગયો...
•••
મંટુ અને ચંટુ બને ભાઈ એક જ ક્લાસમાં ભણતા હતા.
ટીચરઃ તમે બંનેએ તમારા પપ્પાનું નામ જુદું જુદું કેમ લખ્યું છે?
મંટુઃ મેડમ પછી તમે જ કહેશો કે અમે નકલ કરી છે.
•••
ભૂરોઃ ખાવાનું તારી મમ્મીએ બનાવ્યું લાગે છે.
લીલીઃ તમને કેવી રીતે ખબર પડી?
ભૂરોઃ દરરોજ જમવામાં કાળા વાળ નીકળતા હતા આજે સફેદ વાળ નીકળ્યો.
•••
ચંપાઃ આ કમ્પ્યૂટર હું જે પ્રમાણે કરં છું તેમ ચાલતું જ નથી.
જિગોઃ આ કમ્પ્યૂટર છે, હસબન્ડ નહીં.
•••