ભૂરોઃ તારા ઘરેથી દરરોજ હસવાના અવાજ આવે છે. આ ખુશહાલ જીવનનું રહસ્ય શું?
જિગોઃ એમાં એવું છે ને કે, મારી પત્ની રોજ મને બૂટથી મારે છે.
ભૂરોઃ શું વાત કરે છે?!
જિગોઃ હા.. અને જો બૂટ વાગી જાય તો તે હસે છે અને ન વાગે તો હું હસું છું.
•••
ચંપાઃ ડોક્ટર, મારા પતિ ઉંઘમાં વાતો કરવા લાગ્યા છે. હું શું કરું?
લીલીઃ એમને દિવસે બોલવાની તક આપો.
•••
ભૂરોઃ જો લીલી આજથી તને કહી દઉં છું કે મારા માટે BF શબ્દ નહીં વાપરવાનો
લીલીઃ કેમ?
ભૂરોઃ જિગો કહેતો હતો કે, બ્લેક ફંગસનું શોર્ટ ફોર્મ BF થાય છે.
•••
જિગોઃ છેલ્લા દસ વર્ષથી જીમમાં હતો હતો, કસરત કરતો હતો, ફિલ્મના હીરો જોવી બોડી બનાવતો હતો. કોઈ ફાયદો થયો?
ભૂરોઃ ના થયો, કોરોના થયો ત્યારે ખબર પડી કે બોડી નહીં, આપણને એન્ટિબોડીની વધારે જરૂર છે.
•••
ભૂરોઃ કોનો ફોન હતો? કેમ કટ કરી દીધો?
જિગોઃ મારા સસરાનો ફોન હતો.
ભૂરોઃ લે વાત તો કરવી હતી...
જિગોઃ શું વાત કરું? કલાકો સુધી આડીઅવળી વાતો કરશે પણ દસ વર્ષથી વડીલ તરીકે પણ એક વખત નથી છ્યપૂછયું કે, મારી દીકરી સાચવે તો છે ને.
•••
જિગોઃ આગળના ત્રણ દાંત કેમ તૂટી ગયા?
ભૂરોઃ પત્નીના હાથની સુખડી ખાધી હતી.
જિગોઃ તો ના પાડી દેવાયને?
ભૂરોઃ તો બત્રીસે બત્રીસ તૂટી જાત.
•••
ભૂરોઃ આ કેવી ખીર બનાવી છે?
લીલીઃ કેમ શું થયું?
ભૂરોઃ દૂધ પેટમાં ગયું અને ચોખા તો વાટકીમાં જ રહી ગયા હતા.
લીલીઃ અરે, ખીર પીતા પહેલાં ‘માસ્ક’ ઉતાર્યું હતું તમે?
•••
ચંપાઃ મારું વજન વધતું જાય છે. મને કોઈ ઉપાય હોય તો જણાવ.
જિગોઃ વજન ઉતારવા માટે તારે ‘વજન’ને શબ્દને અનસરવાનું.
ચંપાઃ એટલે શું?
જિગોઃ વજન એટલે વધારે જમવું નહીં (વ.જ.ન.).
•••