શિક્ષકઃ કોન્ફિડન્સ કોને કહેવાય?
ભૂરોઃ સાહેબ તમે મારા ઘરે ફોન કરીને એટલું કહો કે, તમારો છોકરો પહેલાં નંબરે પાસ થયો
છે અને મારા પપ્પા રોંગ નંબર કરીને ફોન કટ કરી દેશે.
•••
જિગોઃ ધંધાની સ્થિત બહુ ખરાબ છે યાર...
ભૂરોઃ ખરાબ નહીં, કફોડી છે. અત્યારે તો મહાબળેશ્વરના ઇકો પોઇન્ટ ઉપર જઈને પેમેન્ટ બૂમ મારીએને તો દિવાળી પછીના પડઘા સંભળાય છે.
•••
જિગોઃ હોંશિયાર પત્ની કેવી હોય?
ભૂરોઃ જે બળેલું શાક વેજ ક્રિસ્પીના નામે પતિને ખવડાવી દે તે.
•••
જિગોઃ ડોક્ટર મને એક અજીબોગરીબ બીમારી છે.
ભૂરોઃ શું છે?
જિગોઃ મને જ્યારે મારી પત્ની બોલાવે છે ત્યારે સંભળાતું નથી
ભૂરોઃ અરે આને બીમારી નહીં પણ ભગવાનનું આપેલું વરદાન સમજ.
•••
લીલીઃ આ લોટ ક્યાંથી લાવ્યા હતા?
ભૂરોઃ કેમ શું થયું?
લીલીઃ સાચું કહેજો લોટ લેવા ગયા ત્યારે શું કરતા હતા તમે?
ભૂરોઃ અરે પણ થયું શું?
લીલીઃ આ જુઓ બધી રોટલી બળી ગઈ.
•••
જિગોઃ તને ખબર છે મને ઇંગ્લિશ જોરદાર આવડે છે. તારે જે પૂછવું હોય એ પૂછ?
ભૂરોઃ હિન્દીને ઇંગ્લિશમાં શું કહેવાય?
•••
પત્ની (પતિને)ઃ જાનુ, તને ખબર છે કે આઇ લવ યુનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો?
પતિઃ કદાચ ચાઈનાએ કર્યો હોવા જોઈએ.
પત્નીઃ એ કેવી રીતે?
પતિઃ એમાં બધી ખાસિયતો ચાઈનાની જ છે. ના કોઈ ગેરન્ટી કે ના કોઈ વોરન્ટી, ચાલે તો જિંદગીભર બાકી એ બે દિવસમાં પૂરું.
•••
રાજુઃ તારા પપ્પાની તાકાત છે મને કાર અપાવવાની તો હું તારી સાથે લગ્ન કરું.
ચંપાઃ મારા પપ્પાની તાકાત તો પ્લેન આપવાની છે. તારા પપ્પાની તાકાત છે કે તને એરપોર્ટ બનાવી આપે.
•••