ભૂરોઃ આજે તો બહુ ખુશ દેખાય છે ને?
જિગોઃ મેં બેન્ક ખરીદીને એટલે.
ભૂરોઃ બેન્ક ખરીદી? કઈ બેન્ક?
જિગોઃ પાવર બેન્ક...
•••
ડોક્ટરઃ કયો સાબુ વાપરો છો?
ઘૂઘોઃ શર્માનો લીમડાનાં તેલવાળો.
ડોક્ટરઃ શેમ્પૂ?
ઘૂઘોઃ શર્માનું હર્બલ શેમ્પૂ.
ડોક્ટરઃ તેલ?
ઘૂઘોઃ શર્માનું આમલા તેલ.
ડોક્ટરઃ આ શર્મા કોઇ નવી કંપની છે?
ઘૂઘોઃ ના સાહેબ, શર્મા મારો રૂમ પાર્ટનર છે.
•••
ભૂરોઃ આજે તો રોમે રોમ ઝળહળી ઊઠે એવી ચા બનાવજે.
લીલીઃ તો ચામાં દૂધ નાંખવું કે દિવેલ...
•••
ડોક્ટરઃ આ જુઓ એક્સ-રે, તમારા ફેફસામાં કાણું છે. બીમારી ગંભીર છે. તમારે બીડી છોડવી પડશે.
ભૂરોઃ સાહેબ, ધ્યાનથી જૂઓ, ફેફસાંમાં કાણું નથી. બીડીનાં લીધે એકસ-રેમાં કાણું પડ્યું છે.
•••
પત્નીઃ (હાથમાં વેલણ સાથે) આજે તમે એક ખાશો કે બે?
પતિઃ તું પરોઠું કે ભાખરી એ ચોખવટ કર. આમાં ખોટી ગેરસમજ થાય છે.
•••
પત્નીઃ એવો કયાં કાયદો છે કે તમને રોજ મારે જ રસોઈ કરીને જમાડવા?
પતિઃ આ દુનિયાનો નિયમ છે કે કેદીને સરકાર જ જમાડે.
•••
લીલીઃ લગ્ન અને સગાઈ વચ્ચે લાંબો સમય હોય તો કોને ફાયદો અને કોને નુકસાન થાય?
ભૂરોઃ મોબાઈલ કંપનીઓને ફાયદો અને છોકરાઓને નુકસાન થાય કારણ કે બંનેના રિચાર્જ તો એણે જ કરાવવા પડે ને.
•••
ભૂરોઃ હેલ્લો... આજે સાંજે ઓફિસનું કામ કર્યા પછી શું કરે છે?
લીલીઃ કંઈ ખાસ નહીં.. કંઈ પ્લાન છે...?
ભૂરોઃ હા, સાહેબે આ ફાઈલ આપી છે. વાંચીને રિપોર્ટ બનાવી નાંખજે.
•••
પત્નીઃ વેક્સિન લીધાં પછી મારું માથું બહુ ભારે થઈ ગયું હોય એવું લાગે છે.
પતિઃ વેક્સિનેશનને દોષ ના આપ. તું તો પહેલેથીથી જ માથાભારે છો.
•••
લીલીઃ ડિયર, ડેડી મમ્મીનહીં ઘર પે નહીં હૈ... તુમ આઓ કુછ તો કરેંગે મિલકે...
ભૂરોઃ રહેવા દે. આવી રીતે બે વખત બોલાવીને તે વાસણ ઘસાવ્યા છે.
•••