ભૂરોઃ (મતદાન વખતે) સાહેબ, આ આંગળી પર ઇન્ક લગાવો છો એ કેટલા દિવસે નીકળી જશે?
અધિકારીઃ ઇન્ક નિકળતા 60 દિવસ તો લાગશે જ.
ભૂરોઃ તો, સાહેબ થોડીક વાળમાં પણ લગાવી આપોને હું ડાઈ કરું છું તે દર 15 દિવસે નીકળી જાય છે.
•••
લીલીઃ તને ખબર છે પુરુષો બ્લૂટૂથ જેવા હોય છે.
ચંપાઃ એટલે?
લીલીઃ પત્ની સાથે હોય ત્યાં સુધી કનેક્ટેડ અને જેવી પત્ની દૂર જાય કે સર્ચિંગ ફોર ન્યૂ ડિવાઈસ...
•••
ભૂરોઃ આ કોરોનાને લીધે તો મારું કામ થઈ ગયું.
જિગોઃ કેમ શું કામ થઈ ગયું?
ભૂરોઃ સવારથી અત્યાર સુધીમાં દસ લાખની બાકી ઉઘરાણી આવી ગઈ અને રાત્રે બીજી પાંચ લાખની આવી જશે.
જિગોઃ એમાં કોરોનાને શું લેવાદેવા?
ભૂરોઃ જેટલા પાસેથી પૈસા લેવાના હતા એમને મેં ફોન કરીને કહી દીધું કે, મને કોરાના છે. મારા બાકી પૈસા આપી જાઓ નહીંતર હું તમારે ત્યાં ઉઘરાણી માટે આવી રહ્યો છું.
•••
લીલીઃ ડોક્ટર સાહેબ મારે વજન ઉતારવું હોય તો શું કરું?
ડોક્ટરઃ તમારે બે જ રોટલી ખાવાની...
લીલીઃ પણ ક્યારે? જમ્યા પહેલાં ખાવાની કે જમ્યા પછી?
•••
ભૂરોઃ તમે ઉપવાસ ક્યારે કરો?
જિગોઃ જ્યારે જમવાનું મમ્મીના બદલે મારી પત્ની બનાવે ત્યારે.
•••
ભૂરોઃ લગ્ન વખતે સાત ફેરા લેતી વખતે તેં વચન આપેલું અને સ્વીકાર પણ કરેલું કે મારો આદર કરીશ, મારી તમામ વાત માનીશ.
લીલીઃ તો શું કરું ત્યારે? એટલા બધા લોકો વચ્ચે તમારી સાથે ત્યાં માથાકૂટ કરું?
•••
ભૂરોઃ પાંચ રૂપિયા ઉધાર આપશો?
લીલીઃ માફ કરો. હું તમને ઓળખતી નથી.
ભૂરોઃ એટલે તો હું તમારી જોડે માંગી રહ્યો છું. જે માણસો મને ઓળખે છે. તેઓ ઉધાર નથી આપતા.
•••
પોલીસઃ આ ગાય અને વાછરડું કોનાં છે?
જિગોઃ ગાયની તો ખબર નથી પણ વાછરડું કોનું છે એ બતાવી શકું છું.
પોલીસઃ કઈ રીતે?
જિગોઃ વાછરડું તો ગાયનું જ હોયને.... ગાય કોની એ હવે તમે શોધો.
•••