ચંગુ: યાર, હું કંઇક અલગ કરવા માગું છું. જેથી લોકો મને ઓળખી લે.
મંગુ: એટલે તું બધાથી અલગ દેખાવા માગે છે? એક કામ કર, તું બધે સ્વેટર પહેરીને જવા લાગ. આ ગરમીમાં બધા જ તને જોવા લાગશે.
•••
મહિલાઃ ડોક્ટર સાહેબ મારા પતિને ઊંઘમાં બબડવાની ટેવ પડી ગઇ છે, હું શું કરું?
ડોક્ટર: બેન કંઇ ના કરો, તમે એમને દિવસમાં બોલવાની તક આપો. સારું થઇ જશે.
•••
છોકરી: ભગવાન મારા લગ્ન કોઇ સમજદાર વ્યક્તિ સાથે કરાવી દો.
ભગવાનઃ દીકરી, ઘરે જતી રહે... સમજદાર વ્યક્તિ ક્યારેય લગ્ન નથી કરતી.
•••
ચિન્ટુ: યાર, આજે બહુ દુઃખી છું.
પિન્ટુ: કેમ ટેન્શનમાં છે
ચિન્ટુ: એક ફ્રેન્ડને પ્લાસ્ટિક સર્જરી કરાવવા બે લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. હવે તેને ઓળખવો કેમ તે સમજાતું નથી.
•••
સોનુએ ભીડને હટાવતા કહ્યુંઃ મને પણ જોવા દો, કોનો એક્સિડન્ટ થયો છે.
કોઇ ના ખસ્યું તો સોનુએ બૂમ પાડીઃ જેનો એક્સિડન્ટ થયો છે તેનો હું દીકરો છું.
રસ્તો થઇ ગયો પણ સોનુએ જોયું તો એક વાંદરું મરેલું પડ્યું હતું.
•••
પત્ની: લગ્ન પહેલાં તમે મને રેસ્ટોરાં, થિયેટર સહિત કેટલી બધી જગ્યાએ ફરવા લઇ જતા હતા. હવે લગ્ન પછી તો ઘરની બહાર લઇ જ નથી જતા.
પતિ: અરે, ક્યારેય ચૂંટણી થઇ ગયા પછી પ્રચાર જોયો છે?
•••
એક ભિખારીને 500 રૂપિયાની નોટ મળી.
તે ફાઇવ સ્ટાર રેસ્ટોરાંમાં જઇને ભરપેટ જમ્યો. 3,000 રૂપિયા બિલ આવ્યું.
તેણે મેનેજરને કહ્યુંઃ મારી પાસે પૈસા તો નથી.
મેનેજરે તેને પોલીસના હવાલે કરી દીધો. ભિખારી પોલીસને 500ની નોટ આપીને છૂટી ગયો. આને કહેવાય ફાયનાન્સિયલ મેનેજમેન્ટ વિધાઉટ એમબીએ ઇન ઇન્ડિયા.
•••
એક કીડી રિક્ષામાં બેસીને ક્યાંક જતી હતી. થોડી વાર બાદ તેણે એક પગ રિક્ષાની બહાર કાઢ્યો. રિક્ષાવાળો બોલ્યોઃ મેડમ, તમારો પગ અંદર રાખો.
કીડીઃ શાંતિ રાખ, મારે હાથીને લાત મારવી છે. કાલે તેણે મને આંખ મારી હતી.