પપ્પા: દીકરા, મારા માટે એક ગ્લાસ પાણી લાવજે.
પહેલો દીકરોઃ નહીં લાઉં.
બીજો દીકરો: રહેવા દો પપ્પા. એ તો એક નંબરનો આળસુ છે. તમે જાતે જ લઈ લો અને મારા માટે પણ એક ગ્લાસ લેતા આવજો.
•••
પહેલો કેદી: તને પોલીસે કેમ પકડ્યો?
બીજો કેદી: બેંક લૂંટ્યા પછી ત્યાં જ બેસીને પૈસા ગણતો હતો અને પોલીસે પકડી લીધો.
પહેલો કેદી: પણ ત્યાં બેસીને પૈસા ગણવાની જરૂર શું હતી?
બીજો કેદી: ત્યાં લખ્યું હતું ‘કાઉન્ટર છોડતા પહેલાં પૈસા ગણી લો, બાદમાં બેંક જવાબદાર નહીં ગણાય.’ પછી હું શું કરું?
•••
શિક્ષકઃ તું આટલો મોડો કેમ આવ્યો?
ચંગુ: મમ્મી-પપ્પા ઝઘડતા હતા એટલે.
શિક્ષકઃ ઝઘડા સાથે તારે શું લેવા-દેવા હતી?
ચંગુ: મારું એક બૂટ મમ્મીના હાથમાં અને બીજું પપ્પાના હાથમાં હતું.
•••
ડાકુ (ચંગુને): અમે ઘર લૂંટવા આવ્યા છીએ પણ બંદૂક ઘરે ભૂલી ગયા છીએ.
ચંગુ: કંઈ વાધો નહીં, તમે ભલા લાગો
છો આજે ઘર લૂંટી લો, કાલે આવીને બંદૂક બતાવી જજો.
•••
છોકરીવાળા (ચંગુને): મહિનામાં કેટલું કમાઈ લો છો?
ચંગુ: આ મહિને બે કરોડ કમાયો હતો
છોકરીવાળા: આટલા બધા? પછી શું થયું?
ચંગુ: બસ પછી મોબાઇલ હેંગ થઈ ગયો અને બધી કમાણી હાથમાંથી જતી રહી.
•••
શિક્ષકઃ કાલે કેમ નહોતો આવ્યો?
ચંગૂ; બહાર ગયો હતો.
શિક્ષકઃ ક્યાં?
ચંગુ: વેલેન્ટાઇન ડે મનાવવા... તમારી દીકરી સાથે.
•••
વૃદ્ધઃ જજ સાહેબ મારે છૂટાછેડા જોઇએ છે.
જજ: ઉમરના 80 વર્ષે છૂટાછેડા?!
વૃદ્ધ: મારી પત્ની હંમેશા મને છુટા વાસણ મારે છે.
જજઃ તો છેક હવે છૂટાછેડા કેમ?
વૃદ્ધઃ હવે મારી પત્નીનું નિશાન પાક્કું થઇ ગયું છે.
•••
રમેશઃ હું મારી પત્નીથી પરેશાન છું.
સુરેશઃ કેમ શું થયું?
રમેશ આખો દિવસ યુટયૂબ પર રેસિપી જોતી રહે છે.
સુરેશઃ તો, એમાં વાંધો શું છે?
રમેશઃ ગમેતેટલી રેસિપી જુએ, પણ પાછી સાંજે તો ખીચડી જ ખવડાવે છે.
•••