મહિલા; મારે સતી બનવું છે
પડોશણ: રહેવા દે બહેન, નહીં બની શકાય
મહિલા: પણ કેમ?
પડોશણઃ સતીના પતિ શિવ હોય છે અને તમારા પતિ દર રવિવારે દીવ હોય છે.
•••
સાસુની અનેક ડિમાન્ડઃ
છોકરી રૂપાળી હોય, ભણેલી-ગણેલી હોય, ઘરકામ, કરવામાં કુશળ હોય.
વહુની એક જ ડિમાન્ડઃ મારા ઘરમાં સાસુ જ ન હોય.
•••
મમ્મીઃ લે જમી લે.
મનિયો: હું એના વગર નહીં જમું...
મમ્મી: (ચાર થપ્પડ મારીને) બોલ કોણ
છે એ...
મનિયોઃ અથાણું મમ્મી, અથાણું
•••
ભાઇ (બહેનને): અરે, કેમ રડે છે?
બહેનઃ મારા ટકા ઓછા આવ્યા
ભાઇઃ કેટલા ટકા આવ્યા?
બહેનઃ બસ, 90 ટકા.
ભાઇઃ ભગવાનથી ડર, આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય.
•••
એક ગાંડો અરીસામાં પોતાની છબિ જોઇને વિચારવા લાગ્યો કે આને ક્યાંક જોયો છે...
પછી બોલ્યો, ‘હં... આ તો એ જ છે જે તે દિવસે મારી સાથે વાળ કપાવતો હતો.’
•••
પપ્પુ: શું તને ખબર છે મંદિરમાં પુરુષ પૂજારી જ કેમ હોય છે?
ચંગુ: ના યાર, તું જ જણાવ...
પપ્પુઃ એટલા માટે કે લોકો માત્ર ભગવાન પર જ પોતાનું ધ્યાન આપે.
•••
પત્ની: પોલીસે મને લાઇસન્સ ન હોવાને લીધે મેમો આપ્યો છે.
પતિઃ પણ તારી પાસે તો લાઇસન્સ છે ને?
પત્ની: પણ એમાં મારો ફોટો સારો નથી.
•••
સાધુ: જ્યારે અમે ઘણાં વર્ષો સુધી નથી બોલતાં ત્યારે તેને મૌનવ્રત કહીએ છીએ.
પતિ: અમે લોકો તેને લગ્ન કહીએ છીએ
•••
શિક્ષકઃ ક્લાસમાં સૂઈ ગયો છો?
રાજુ: ના સાહેબ, ગુરુત્વાકર્ષણને કારણે માથું નીચે પડી જાય છે.
•••
દાદા (પૌત્રને)ઃ તારી ટીચર આવે છે જા જઇને સંતાઇ જા...
પૌત્ર: હું નહીં, તમે સંતાઇ જાવ. તમારા મૃત્યુના નામે મેં બે અઠવાડિયાની રજા લીધી છે.