ગ્રાહક (દુકાનદારને)ઃ એક લેડીઝ ડ્રેસ બતાવો...
દુકાનદારઃ પત્ની માટે જોઈએ છે કે પછી ભારેમાં બતાવું?
•••
શિક્ષકે વાલીને ફોન કરીને કહ્યુંઃ સ્કૂલે આવો. તમારો છોકરો બહુ તોફાન કરે છે.
વાલીઃ એમ તો એ ઘરે પણ બહુ તોફાન કરે છે, પણ અમે ક્યારેય તમને બોલાવ્યા?
•••
પતિઃ કાલે મારા સપનામાં એક સુંદર સ્ત્રી આવી હતી.
પત્નીઃ એકલી જ હતી, નહીં?
પતિઃ હા, પણ તને કઈ રીતે ખબર?
પત્નીઃ કારણ કે તેનો પતિ મારા સપનામાં આવ્યો હતો!
•••
જિગોઃ તું અને ભાભી આટલા ખુશ કેવી રીતે રહી શકો છે?
ભૂરોઃ કોમ્પ્રોમાઇઝ કરીને...
જિગોઃ એ કેવી રીતે?
ભૂરોઃ હું સ્વીકારી લઉં છું કે હું ખોટો છું અને એ પણ મને માફ કરી દે છે.
•••
જિગોઃ દસ રૂપિયા આપને?
ભૂરોઃ મારી પાસે 500ની નોટ છે. 490 છુટ્ટા છે?
જિગોઃ હા છે ને...
ભૂરોઃ તો પહેલા એ વાપરને બકા.
•••
ભૂરાએ પૂરપાટ ગાડી હંકારીને અકસ્માત કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો.
જજે પૂછ્યુંઃ બોલો શું સજા આપું તને? 30 દિવસની જેલ કે 3000 રૂપિયા?
ભૂરોઃ સાહેબ 3000 રૂપિયા આપો તો સારુ. મારી ગાડી રિપેર થઈ જાય.
•••
ચંપાઃ લગ્ન પહેલા થતું આશ્ચર્ય અને લગ્ન પછીનું આશ્ચર્ય એટલે શું?
જિગોઃ લગ્ન પહેલાં પ્રેમ હોય એટલે આશ્ચર્ય થાય કે આ શું થયું અને લગ્ન પછી આશ્ચર્ય થાય કે આ શું થઈ ગયું?
•••
ભૂરો પત્નીનો હાથ પકડીને બજારમાંથી જઈ રહ્યો હતો તે જોઈને જિગો આશ્ચર્યમાં મુકાઈ ગયો.
જિગોઃ લગ્નના આટલા વર્ષે આવો પ્રેમ છે?
ભૂરોઃ ભાઈ હાથ છોડું તો દુકાનમાં ઘૂસી જાય છે.
•••
ટીચરઃ સ્ટુડન્ટ્સ, અકબરે ક્યાં સુધી શાસન કર્યું હતું એ કહો તો.
ચિન્ટુઃ મેડમ, પેજ નંબર 14થી પેજ નંબર 22 સુધી.
•••