પત્ની (પતિને)ઃ કહું છું સાંભળો છો. આ લગ્નમાં છોકરો જમણી અને છોકરી હંમેશા ડાબી બાજુ કેમ બેસે છે?
પતિઃ ખાતામાં આવક હંમેશા જમણે હોય જ્યારે જાવક ડાબી બાજુ જ લખાય છે.
•••
દારૂડિયો (નશામાં લથડતાં)ઃ જો હું સરપંચ બનું તો આખા ગામની સિકલ બદલી નાંખું.
પત્નીઃ પહેલાં તો તમે આ લુંગી બદલી નાંખો. સવારથી મારો ચણિયો પહેરીને ફરી રહ્યા છો તે!
•••
પિતાઃ દીકરી, તું પહેલાં મને પાપા કહેતી હતી અને હવે ડેડ કેમ કહે છે?
પુત્રીઃ ઓહ ડેડ... શું તમે પણ? પાપા બોલવામાં લિપસ્ટિક ખરાબ થઇ જાય છે.
•••
સોનુઃ તારી આંખ કેમ સૂજી ગયેલી છે?
મોનુઃ કાલે મારી વાઇફના બર્થડે પર કેક લાવ્યો હતો.
સોનુઃ પણ તેને આંખના સોજા સાથે શું લેવાદેવા છે?
મોનુઃ મારી પત્નીનું નામ તપસ્યા છે, પણ બેકરીવાળાએ ભૂલથી કેક પર 'હેપ્પી બર્થડે સમસ્યા' લખી નાંખ્યું હતું.
•••
ડોક્ટરઃ તમારું અને તમારી પત્નીનું બ્લ્ડ ગ્રૂપ એક સરખું જ છે.
ભૂરોઃ તમને તો ચેક કર્યા પછી ખબર પડી પણ મને તો ચેક કર્યા વગર જ ખબર છે.
ડોક્ટરઃ એવું કેવી રીતે થાય?
ભૂરોઃ લગ્નને વીસ વર્ષ થયા... પહેલા મહિનાથી મારું લોહી પીતી આવી છે હવે તો એક સરખું જ બ્લડ ગ્રૂપ હોય ને.
•••
લીલીઃ આ લો 2000 રૂપિયા.
ભૂરોઃ કેમ આજે આટલી ખુશ થઈ ગઈ?
લીલીઃ ખુશ નથી થઈ. તમે આ પૈસાથી દારૂ લઈને આવો.
ભૂરોઃ અરે, અત્યારે મારો ઉપવાસ ચાલે છે. તેમાં દારૂ ક્યાંથી પીવાય?
લીલીઃ દરરોજ દારૂની ગંધની મને આદત પડી ગઈ છે. હવે મને આ ગંધ વગર ઊંઘ નથી આવતી.
•••
ભૂરોઃ તેં મારામાં એવું તો શું જોયું કે મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો?
લીલીઃ મેં તમને ઘરમાં કચરાપોતાં કરતાં ને રસોડામાં વાસણ ઘસતાં જોયા હતા ત્યારે જ તમારી સાથે લગ્ન કરવા નક્કી કરી લીધું હતું.
•••
પતિઃ આટલી સારી ચટણી કેવી રીતે બનાવી લે છે?
પત્નીઃ કંઈ નહીં જ્યારે મસાલો ખાંડતી હોઉં છું ત્યારે તમને યાદ કરું છું એનાથી મસાલો કૂટવાનું આસાન થઈ જાય છે.
•••