જોક્સ

હાસ્ય

Saturday 23rd December 2023 07:48 EST
 
 

જે મહિલા પતિ પાસેથી 5,000 લઈને તેને 6,000નો હિસાબ બતાવી રકમમાંથી 2,000 બચાવી લે તેને જ હોંશિયાર પત્ની કહેવાય.
•••
પિતાઃ બેટા તારું રિઝલ્ટ શું આવ્યું?
પુત્રઃ સાહેબ કહેતા હતા કે મને આ ક્લાસમાં વધુ એક વર્ષ લાગશે
પિતાઃ કંઈ પણ થાય બેટા, ભલેને બે-ત્રણ વર્ષ થાય પણ તું નાપાસ ના થતો.
•••
શિક્ષકઃ મને આશ્ચર્ય થાય છે પણ તારી નોટબુક જોઈને લાગે છે કે, આટલી બધી ભૂલો તું એકલો કરી જ ના શકે.
જિગોઃ વાહ મેડમ, તમને ખબર પડી ગઈ કે મારા પપ્પાએ મારી મદદ કરી છે.
•••
શિક્ષકઃ તમારો છોકરો દરરોજ સ્કૂલમાંથી અન્ય બાળકોની પેન્સિલ ચોરી જાય છે.
ભૂરોઃ એવું બને જ નહીં મેડમ. હું રોજ ઓફિસમાંથી બે-ચાર પેન્સિલ એના માટે લેતો આવું છું.
•••
જિગાએ રસ્તામાં એક છોકરાને ઊભો રાખીને પૂછયુંઃ ‘ભાઈ, મારે અડાલજની વાવ જવું હોય તો?’
છોકરોઃ જવું હોય તો જતું રહેવાનું... આમ બધાને ઊભા રાખીને પૂછશો તો ક્યારે પહોંચશો.
•••
ભૂરો (રસોઈયાને)ઃ જિગા, તને ખબર છે મારા સાસુ આવવાના છે?
જિગોઃ હા, ખબર છેને તો શું?
ભૂરોઃ તેમને જે ખાવાનું ભાવે છે. તેનું લિસ્ટ આ લે! તારી પાસે રાખજે.
જિગોઃ તો આ લિસ્ટ અનુસાર જ તેમને ભાવતી વાનગી બનાવું ને?
ભૂરોઃ ના, આમાંથી કંઇ બનાવવાનું નથી.
•••
દાદા (પૌત્રને): તારી ટીચર આવે છે, જા સંતાઈ જા..
પૌત્ર: દાદા પહેલા તમે સંતાઈ જાવ તમે ગુજરી ગયા છો એમ કહીને તો મેં આજે રજા લીધી છે.
•••
એક બાળકને તેની માતાએ ખૂબ માર માર્યો
બાળકે પિતાને કહ્યું: પપ્પા તમે ક્યારેય પાકિસ્તાન ગયા છો?
પપ્પા: ના બેટા...
બાળક: અફઘાનિસ્તાન?
પપ્પા: ના ત્યાં પણ નથી ગયો...
બાળક: તો આ આતંકી ક્યાંથી લાવ્યા છો?
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter