તારો તૂટીને ખરી પડતાં જ ચંગુએ વિશ માગતા કહ્યું, ‘મને મારી પત્ની સાથે લડવાની શક્તિ આપો.’
તારો: ભાઈ મારી પત્નીથી કંટાળીને તો હું તૂટીને ખરી પડ્યો છું.
•••
ભૂરોઃ ભાભીને આઇસીયુમાં રાખ્યા હતા એવું તું કહેતો હતો અને આજે દસમા દિવસે તો ઘરમાં આરામથી ફરે છે આ બધું કેવી રીતે થયું?
જિગોઃ ચમત્કાર થયો...
ભૂરોઃ કેવો ચમત્કાર?
જિગોઃ ડોક્ટરે મને કહ્યું કે તમારી પત્ની હવે ગણતરીના દિવસો જ કાઢી શકે એમ છે. અમે ઘણો પ્રયાસ કર્યો પણ અસર દેખાતી નથી.
ભૂરોઃ પછી શું થયું?
જિગોઃ ત્યાં બાંકડા ઉપર બેઠેલી એક નર્સ બોલી કે હે ભગવાન 40 વર્ષની ઉંમરે તો કંઈ મોત આવતું હશે? આ વાત પત્નીના કાને પડી ને પાંચમી મિનિટે તો આંખો ખોલી અને દસમી મિનિટે બોલી ઉઠી 40 નહીં, 36 વર્ષ છે ઉંમર.
•••
જીગોઃ જીવનમાં સુખી થવું હોય તો એક નિયમ યાદ રાખજો
ભરોઃ કયો નિયમ?
જીગોઃ જીવનમાં એવું કામ કરો કે લોકો સામેથી કહે કે, તું રહેવા દે અમે કરી લઈશું.
•••
જિગોઃ ડોક્ટર સાહેબ તમારી ફી કેટલી?
ડોક્ટરઃ પહેલી વખત આવો તો 200 રૂપિયા અને બીજી વખત ફ્રી.
જીગો (પૈસા બચાવવાના ઇરાદે બોલ્યો) સાહેબ, હું બીજી વખત જ આવ્યો છું.
ડોક્ટરઃ તમારી તબિયતમાં સુધારો છે પહેલા લખી આપી હતી એ જ દવા ચાલુ રાખો.
•••
લીલીઃ તમે શું કહેતા હતા?
ભૂરોઃ કશું જ નહીં, હવે જવા દે...
લીલીઃ પ્લીઝ બોલોને તમે શું કહેતા હતા?
ભૂરોઃ હું કહેતો હતો ત્યારે તેં જ બોલવાની ના પાડી એટલે હવે જવા દે....
લીલીઃ પ્લીઝ આવું ન કરો, કહોને. મેં તો જમતી વખતે બોલવાની ના પાડી હતી.
ભૂરોઃ કશું જ નહીં, તારા શાકમાં ઇયળ હતી અને તું ખાઈ ગઈ છો.
•••
ચંગુ ઇતિહાસના પેપરમાં નાપાસ થયો પિતાએ કહ્યું: અલ્યા તું ઇતિહાસમાં નાપાસ થઇ ગયો, તને શરમ ન આવી. ચંગુ: પપ્પા, નહોતું આવડતું એટલે પણ મેં ઇતિહાસ સાથે ચેડાં તો ના જ કર્યા.
•••