ચંગુ (તેના મિત્રને): આજે પહેલીવાર વાસણ માંજવાનો ફાયદો થયો
મંગુ: એમ, કઇ રીતે?
પડોશણે મને વાસણ ઉટકતો જોઇને મારી પત્નીને કહ્યું: કાશ આ મારા પતિ હોત.
•••
નવી પડોશણ ફરિયાદ લઇને આવી. તમારા દીકરાએ મારા છોકરાને માર્યો અને મેં તેને તરત જ કહ્યું, ‘શું?! પણ તમે તો પરિણીત લાગતા જ નથી.’
•••
ભિખારી: કંઇ આપી દો સાહેબ, લાચાર છું.
ચંગુ: આટલો તગડો તો દેખાય છે લાચાર કઇ રીતે છે?
ભિખારી: બસ મારી આદતથી લાચાર છું.
•••
ચંગુ: કેમ ભાઇ આટલો હેરાન છે.
મંગુ: અરે મેં મારી ગર્લફ્રેન્ડને મોટું ટેડી બિયર ગિફટ કર્યુ હતું...
ચંગુ: તો શું થયું?
મંગુ: એની મમ્મીએ તેમાંથી રૂ કાઢીને તકિયા ભરાવી લીધા.
•••
પત્ની: મેં સાંભળ્યું છે કે સ્વર્ગમાં પુરુષોને અપ્સરા મળે છે, તો મહિલાઓને શું મળે છે?
પતિ: કંઇ નહીં... ઉપરવાળો માત્ર દુ:ખી લોકોની જ વાત સાંભળે છે.
•••
જજઃ તેં આના પૈસા કેમ ચોર્યા?
ચોર: મેં નહોતા ચોર્યા, એણે જાતે મને પૈસા આપ્યા હતા.
જજ: એણે પૈસા ક્યારે આપ્યા?
ચોર: મેં જ્યારે બંદૂક દેખાડી ત્યારે.
•••
પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ કલાકો સુધી તું-તું... મેં-મેં થઇ. પછી પત્નીએ કહ્યુંઃ ‘બોલો તમે જીતવા માગો છો કે પછી સુખી રહેવા માગો છો?’
•••
એક પ્લેન તોફાનમાં ફસાઇ ગયું. પાઇલટે પૂછ્યછયુંઃ કોઇને પ્રાર્થના આવડે છે ખરી?
એક વૃદ્ધે કહ્યુંઃ હા, મને આવડે છે.
પાઇલટઃ તો તમે પ્રાર્થના કરો, કારણ કે એક પેરાશુટ ઓછી છે.
•••
પિતા: આજ સુધી તેં કોઈ એવું કામ કર્યું છે કે જેનાથી મારું માથું ઊંચુ થાય?
પુત્રઃ હા, પપ્પા, કેમ મેં કાલે રાત્રે તમારા માથા નીચે તકિયું નહોતું મૂક્યું?
•••
મહિલા (સાઇકલથી ટક્કર મારનારને): આંધળા, બ્રેક નથી મારી શકતો?
પુરુષ: આખી સાઇકલ તો મારી દીધી... હવે બ્રેક અલગથી મારું?
•••