જોક્સ

હાસ્ય

Friday 26th January 2024 07:12 EST
 
 

ભૂરોઃ તું કામ છે કહીને બહાર જાય છે ત્યારે મને બહુ ચિંતા થાય છે.
ચંપાઃ એમાં ચિંતા નહીં કરવાની, તમને ખબર પણ નહીં પડે અને હું પાછી આવી જઈશ.
ભૂરોઃ એ જ વાતની તો ચિંતા થાય છે.
•••
જિગોઃ લીલી તું મોટી થઈને શું કરીશ.
લીલીઃ લગ્ન કરીશ.
જિગોઃ ક્યારેક તો કોઈના વિશે સારું વિચાર.
•••
પત્ની: પ્રેમ શું છે?
પતિ: આટલી ઠંડીમાં કોઇ તમારી ગરદન પર ઠંડા હાથ લગાવી દે અને છતાં પણ તમે ગુસ્સે ન થાવ તેને પ્રેમ કહેવાય.
•••
ચંગુ ગર્લફ્રેન્ડને લઇને હોટલમાં ગયો.
ચંગુ: બોલ બેબી, તારા માટે શું મંગાવું?
ગલફેન્ડ: મારા માટે પિત્ઝા અને તારા માટે એમ્બુલન્સ.
ચંગુ: એમ્બુલન્સ કેમ?
ગર્લફેન્ડ: કારણ કે તારી પાછળ જ તારી પત્ની બેઠેલી દેખાય છે.
•••
ચંગ અને મંગુ વાત કરી રહ્યા હતા.
ચંગુ: આજકાલ મેદસ્વિતા વધી રહી છે એથી ઘર બહાર ખાવાનું બંધ કર્યું છે...
...બધું પેક કરાવીને ઘરે લાવી ખાઉ છું.
•••
પુત્રે પિતાને સવાલ કર્યો: આ સાઢુભાઇ કયો સંબંધ હોય છે?
પિતા: જ્યારે બે અજાણી વ્યક્તિ એક જ કંપની દ્વારા છેતરવામાં આવે ત્યારે તે બંને પરસ્પર સાઢુ ભાઈ કહેવાય છે.
•••
શિક્ષક: ચંગુ 15 ફળના નામ જણાવ.
ચંગુ: કેરી, જમરૂખ, જામફળ...
શિક્ષક: વાહ, સરસ હવે બીજા 12 નામ.
ચંગુ: એક ડઝન કેળાં.
•••
પિતા: બેટા એક જમાનો હતો જ્યારે હું 10 રૂપિયામાં આખા ઘરનું કરિયાણું, શાકભાજી અને દૂધ લાવતો હતો.
પુત્ર: પપ્પા હવે જમાનો બદલાઇ ગયો છે. હવે તો બધી દુકાનોમાં સીસીટીવી હોય છે.
•••
જિગોઃ વાહ, ફોટામાં બહુ સુંદર દેખાય છે.
લીલીઃ આવી વાત નહીં કરવાની.
જિગોઃ ખરેખર કહું છું. તું આટલી સુંદર દેખાવા શું કરે છે?
લીલીઃ ખાસ કંઈ નહીં... ચાર ફિલ્ટર એપ અને ફોટોશાપ એપનો ઉપયોગ કરું છું.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter