હું મારી ત્રણ વર્ષની દીકરીને લઈને એક મોલના ફૂડ કોર્ટમાં ડિનર લઈ રહ્યો હતો. મેં જોયું કે કેટલીય યુવતીઓ મારી સામે જોઈને સ્મિત કરતી હતી. હું તાનમાં આવી ગયો. મને થયું કે અરે વાહ, હું પિસ્તાળીસનો થઈ ગયો છું તોય હજુ યુવતીઓને આકર્ષક લાગું છું! પાછા વળતી વખતે કારના અરીસા પર મારું અચાનક ધ્યાન ગયું ત્યારે ખબર પડે કે ચાર કલાક પહેલાં મારી દીકરીએ મારા માથામાં બે પિન્ક કલરની હેર ક્લિપ લગાવી દીધી હતી તે હજુ એમની એમ જ છે!
•••
એક વાર એક ઈન્શ્યોરન્સ એજન્ટ એક વૃદ્ધ આદમી સાથે વાતચીત કરી રહ્યો હતો.
એજન્ટ કહે, ‘કાકા, આપણે તમારું પ્રીમિયમ વધારવું જોઈએ.’
‘કેમ?’
‘તમારા ભલા માટે. તમે ખુદ કાર ચલાવો છોને?’
‘હાસ્તો..’
‘વર્ષમાં કેટલા કિલોમીટર ચલાવતા હશો? પાંચ હજાર કિલોમીટર?’
‘એ તો હવે કેમ ખબર પડે?’
‘તો બે હજાર? ત્રણ હજાર?’
‘આ કયો મહિનો ચાલે છે?’
‘જાન્યુઆરી. કેમ?’
‘મેં છેલ્લે 2023ના ઓગસ્ટમાં પેટ્રોલ પૂરાવ્યું હતું. હવે તું જ નક્કી કર કે હું વરસમાં અંદાજે કેટલા કિલોમીટર ગાડી ચલાવતો હોઈશ...!’
•••
દાંતના ડોક્ટર: તમારો દાંત સડી ગયો છે. તેને કાઢવો પડશે
ચંગુ: કેટલા પૈસા થશે?
ડોક્ટર: 500 રૂપિયા
ચંગુ: એક કામ કરો 50 રૂપિયા લો અને દાંત ઢીલો કરી નાંખો, હું જાતે જ કાઢી લઇશ.
•••
પત્ની: હું જ્યારે ગીત ગાઉ છું કે તરત જ તમે ઘરની બહાર કેમ નીકળી જાવ છો?
પતિ: એટલા માટે કે લોકોને એમ ન થાય કે હું તારું ગળું દબાવી રહ્યો છું.
•••
શિક્ષક: બેટા, સાચા દિલથી પ્રાર્થના કરો તો તે જરૂર સફળ થાય છે.
ચંગુ: ખોટું સાહેબ, એમ જ હોય તો તમે અત્યારે મારા શિક્ષક નહીં, સસરા હોત.
•••
પત્ની : મેં બર્થડે પર તમારી પાસે ગિફટમાં દાગીના માગ્યા હતા અને તમે મને ખાલી ડબ્બો આપ્યો, મને મારા મિત્રો સામે કેટલી શરમ આવી હશે?
પતિ: એમાં શું ગાંડી શરમ તો મહિલાઓનું આભૂષણ કહેવાય છે.
•••