મહિલા: ડોક્ટર સાહેબ મારા પતિ ઊંઘમાં પણ વાતો કરે છે, હું શું કરું?
ડોક્ટર: તમે કંઇ ના કરો બેન, બસ તેમને દિવસે પણ બોલવાની તક આપો.
•••
ચંગુ: છોકરીઓ ક્યારેય સામે ચાલીને પ્રેમનો પ્રસ્તાવ નથી આપતી
મંગુ: એમ શા માટે?
ચંગુ: જેથી કરીને બ્રેકઅપ વખતે કહી શકે કે તું મારી પાછળ પડ્યો હતો, હું નહીં.
•••
સોનુ અને મોનુ આઠમા ધોરણમાં આઠમી વખત ફેલ થયા.
સોનુઃ ચાલ, આપઘાત કરી લઇએ.
મોનુઃ તારું તે મગજ ફરી ગયું છે કે શું? આવતા જન્મમાં ફરી પાછું નર્સરીથી શરૂ
કરવું પડશે.
•••
પતિ (પુસ્તક વાંચતા વાંચતા)ઃ એક લેખકે લખ્યું છે કે પતિઓને પણ બોલવાની આઝાદી હોવી જોઇએ.
પત્નીઃ જુઓ, એ બિચારો પણ લખી જ શક્યો, બોલી તો ના જ શક્યો.
•••
ચંગુ: ઇન્સ્પેક્ટર સાહેબ, મને રોજ ધમકીભર્યા ફોન આવે છે?
ઇન્સ્પેક્ટર: તમને કોણ ધમકી આપે છે?
ચંગુ: મારી ગર્લફ્રેન્ડનો પતિ!
•••
ચંગુની પત્નીઃ સાંભળો છો? કાલે રાત્રે તમે મને ઊંઘમાં ગાળો આપતા હતા
ચંગુ: અરે ના... વહાલી, તારો વહેમ છે.
પત્ની: શું વહેમ છે?
ચંગુ: એ જ કે હું ઊંઘમાં હતો.
•••
પપ્પુ: આ શેનું ખેતર છે?
ખેડૂત: કપાસનું ખેતર છે, બેટા.
પપ્પુઃ તેમાંથી શું બને છે?
ખેડૂત: કપાસમાંથી કાપડ બને છે.
પપ્પુઃ એમ? તો લેંઘાવાળો છોડ કયો છે?
•••
પત્નીઃ તમને મારી સુંદરતા સારી લાગે છે કે પછી મારા સંસ્કાર?
પતિ: મને તો તારી આ મજાક કરવાની ટેવ સારી લાગે છે.
•••
ભિખારી: સાહેબ, હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું. મારી મદદ કરો
ચંગુ: શું મદદ કરું?
ભિખારી: મને 250 રૂપિયા આપો
ચંગુ: પણ તારો પરિવાર ક્યા છે?
ભિખારીઃ સામેના થિયેટરમાં ફિલ્મ જુએ છે.
•••