એક સવારે એક મા પોતાના દીકરાને જગાડી રહી હતી, ‘દીકરા, ઉઠી જા. સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો.’
દીકરો કહે, ‘ના મમ્મી... મારે સ્કૂલે નથી જવું.’
મમ્મી કહે, ‘સ્કૂલે ન જવાનાં બે કારણ મને આપ..!’
દીકરો બોલ્યો, ‘પહેલું કારણ એ કે મારી સ્કૂલના છોકરાઓને હું જરાય ગમતો નથી અને બીજું કારણ એ કે સ્કૂલના ટીચરોને પણ હું જરાય પસંદ નથી.’
મમ્મી કહે, ‘આ કંઈ કારણ ન કહેવાય. ચાલ, ચુપચાપ ઊભા થઈ જા અને તૈયાર થવા માંડ.’
દીકરો કહે, ‘હવે તું મને બે કારણ આપ કે મારે શા માટે સ્કૂલે જવું જોઈએ.’
મમ્મી કહે, ‘પહેલું કારણ એ તારી ઉંમર 44 વર્ષ છે અને બીજું કારણ એ કે તું સ્કૂલનો પ્રિન્સિપાલ છે.’
•••
એક મહિલા પ્રોફેસરે બાજુની બેન્ચ પર બેઠેલી છોકરી સાથે ગુસપુસ કરી રહેલા યુવાન કોલેજિયનને ગુસ્સાથી કહ્યું, ‘લેક્ચરમાં ધ્યાન રાખો. વાતો કેમ કરો છો?’
કોલેજિયન કહે, ‘ના ના, આ તો હું જસ્ટ આને એક સવાલ પૂછી રહ્યો હતો.’
મહિલા પ્રોફેસર કહે, ‘જે કોઈ સવાલ હોય તે મને પૂછો, બીજા કોઈને નહીં.’
કોલેજિયન કહે, ‘પણ મેડમ, મારાથી તમને એવું શી રીતે પૂછાય કે તમે આજે સાંજે મારી સાથે કોફી પીવા આવશો?!’
•••
પત્નીએ પતિને જોરદાર તમાચો માર્યો
પતિ એકદમ સમસમી ગયો અને સવાલ કર્યો. મેં શું ભૂલ કરી કે તેં મને લાફો માર્યો?
પત્નીઃ તો શું તમે ભૂલ કરો એની મારે રાહ જોવાની?
•••
ચંગુ: યાર મારી બોર્ડની પરીક્ષા છે
મંગુ: એમાં ડરે છે શું?
ચંગુ: બધા કહે છે દસમાની પરીક્ષા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે.
મંગુ: ટેન્શન ના લે. દસમાની માર્કશીટ માત્ર જન્મતારીખ જોવાના જ કામમાં આવે છે.
•••
પ્રેમિકા: વચન આપ કે તું મને સ્પર્શ કરવા કે કિસ કરવા માટે મારા પર ક્યારેય દબાણ નહીં કરે.
પ્રેમીઃ બહેન તમે ઘરે જાવ, તમારા મમ્મી-પપ્પા તમારી રાહ જોતા હશે.
•••
ભૂરોઃ સાચા મનથી પ્રાર્થના કરવામાં આવે તો તે ચોક્કસ પૂરી થાય છે
જિગોઃ જો ખરેખર એવું હોય તો તું ક્યારનો મારો સાળો થઈ ગયો હોત.
•••