શિક્ષકઃ એક સ્ત્રી એક કલાકમાં 25 રોટલી બનાવે છે તો ચાર સ્ત્રીઓ કેટલી બનાવે?
ભૂરોઃ એ તો ચારેય કોના વિશે અને કેવી વાતો કરે છે એના ઉપર આધાર રાખે છે.
•••
જિગોઃ હું પ્રોફેશનલ બન્યો તો મારી પાસે ગાડી, બંગલો, નોકર-ચાકર બધંુ જ છે. તારી પાસે શું છે?
શિક્ષક ભૂરોઃ મારી પાસે દિવાળીનું 21 દિવસનું વેકેશન, દોઢ મહિનાનું સમર વેકેશન અને બાકીના તમામ તહેવારોની રજા છે.
•••
ચંપાઃ મારા માટે તો લગ્નના દૂર દૂરના માગા આવતા હતા.
જિગોઃ નજીક રહેતાં હોય એ તો વાસ્તવિકતા જાણતા જ હોય ને.
•••
સાસુઃ તમને કેટલી વખત કહ્યું કે, મારી દીકરી હવે તમારા ઘરે પાછી નહીં જ આવે તો પછી શા માટે દરરોજ ફોન કરો છો?
જમાઈઃ બસ, આ આનંદના સમાચાર વારેઘડીએ સાંભળવા.
•••
ભૂરોઃ આ જો સામેવાળી છોકરી ક્યારની મને ફ્લાઈંગ કિસ આપે છે...
જિગોઃ ડફોળ, ચશ્મા સાફ કરીને જો... એ ખારી શીંગના ફોતરાં ઉડાડે છે.
•••
ચંપાઃ શું ખાય છે?
ભૂરોઃ બદામ.
ચંપાઃ મને તો ટેસ્ટ કરાવ.
ભૂરોઃ લે એક...
ચંપાઃ એકમાં શું થાય?
ભૂરોઃ બાકીની બદામનો ટેસ્ટ પણ સરખો જ છે.
•••
ભૂરોઃ મારા ઘરના મને સપનામાં પણ આઇફોન નથી લેવા દેતા.
જિગોઃ કેમ સપનામાં?
ભૂરોઃ આજે સવારે હું એક લાખ રૂપિયા રોકડા લઈને દુકાનના દરવાજામાં એન્ટર જ થતો હતો ત્યાં જ મારા પપ્પાએ લાત મારીને મને જગાડી દીધો.
•••
વિદેશીઃ અમારે ત્યાં દરેક લોકો લેફ્ટ સાઇડ જ ડ્રાઈવિંગ કરે છે તમારે ત્યાં કેવું છે?
ભૂરોઃ અમારે ત્યાં સામેવાળો કઈ બાજુથી આવે છે તેના ઉપર નક્કી કરીએ છીએ.
•••
જિગોઃ સુખી થવું હોય તો એક નિયમ યાદ રાખજે.
ભૂરોઃ કેવો નિયમ?
જિગોઃ પ્રાણ જાય પણ મોબાઈલ પત્નીના હાથમાં ના જાય.
•••