જોક્સ

હાસ્ય

Wednesday 06th March 2024 11:11 EST
 
 

લીલીઃ સંબંધોના ગણિત વિશે તું શું જાણે?
જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી = માતા, પ્રેમ + ભય = પિતા, પ્રેમ + સાથ = બહેન, પ્રેમ + લડાઈ = ભાઈ, પ્રેમ + જિંદગી = મિત્ર.
લીલીઃ તો પત્નીનું શું?
જિગોઃ પ્રેમ + ચિંતા + ધમકી + સાથ + લડાઈ + જિંદગી = પત્ની.

•••
પત્ની: તમે દરેક વાતમાં મારા પિયરિયાને વચ્ચે કેમ લાવો છો?
પતિ: જો ટીવી બગડે તો કોઈ ટીવીને થોડા બોલે છે? કંપનીવાળાને જ સંભળાવે છે ને...
•••
પુત્ર (પિતાને): પપ્પા, કારની ચાવી આપો, કોલેજ જવું છે. ફંક્શન છે...
પિતા: કેમ?
પુત્ર: 10 લાખની કારમાં જઈશ તો શાન વધશે.
પિતા: આ લે 20 રૂપિયા, 30 લાખની બસમાં જઈશ તો શાન વધારે વધશે.
•••
સોનુ: ગુરુજી, મને જણાવો કે મારી અંદરની ખામીઓ કેવી રીતે શોધું?
ગુરુજી: બેટા, બહુ સરળ છે. લગ્ન કરી લે.
સોનુ: તેનાથી શું થશે?
ગુરુજી: તારી પત્ની માત્ર તારી જ નહીં, તારા આખા ખાનદાનની ખામીઓ એટલી વખત ગણાવશે કે તને મોંઢે થઈ જશે.
•••
ચંગુ એક કોરા કાગળને વારંવાર ચુંબન કરી રહ્યો હતો.
મંગુ: આ કોરા કાગળને કેમ ચુંબન કરે છે?
ચંગુ: અરે એ લવલેટર છે...
મંગુ: પણ આ તો કોરો કાગળ છે.
ચંગુ: આજકાલ અબોલા ચાલે છે એટલે.
•••
શિક્ષકઃ રાજુ બોલ તો 4 અને 4 કેટલા થાય?
રાજુઃ સાહેબ 10.
શિક્ષક: કઇ રીતે?
રાજુ: હું દિલદાલ ઘરનો છું, બે મેં મારા તરફથી ઉમેરી દીધા છે.
•••
ચંગુ: પપ્પા, હું તમારું ખૂબ ધ્યાન રાખું છું.
પપ્પા: મને ખબર છે બેટા.
ચંગુ: તમે કહ્યું હતુંને કે હું 12મું પાસ કરી લઉં તો તમે મને બાઇક અપાવશો.
પપ્પા: હા કહ્યું હતું ને...
ચંગુ: મેં તમારા પૈસા બચાવી લીધા છે.
•••
દુકાનદારઃ બહેન, તમે રોજ આવો છો. કપડાં જુવો છો પણ કંઇ લેતા કેમ નથી?
ગ્રાહક: ભાઇ, હું હંમેશા લઇ જઉં છું પણ તમારું ધ્યાન નથી હોતું.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter