જોક્સ

Wednesday 20th March 2024 17:02 EDT
 
 

એક કંજૂસ છોકરાને તેના જેવી જ કંજૂસ છોકરી સાથે પ્રેમ થયો.
છોકરી: પપ્પા સૂઇ જાય ત્યારે હું ગલીમાં સિક્કો ફેંકીશ, તું આવી જજે.
છોકરીએ સિક્કો ફેંક્યો તેના કલાક બાદ છોકરો પ્રેમિકાને મળવા પહોંચ્યો.
છોકરી: આટલું મોડું કેમ થયું?
છોકરો: હું સિક્કો શોધતો હતો.
છોકરી: અરે, મેં દોરી બાંધીને ફેંક્યો હતો.
•••
ચંગુ: આજે મારી પાસે એટલા પૈસા છે કે...
મંગુ (વચ્ચે બોલતા): કેટલા પૈસા છે?
ચંગુ: એટલા બધા કે હું ચાર પેકેટ બિસ્કિટ ખરીદી શકું છું.
•••
મમ્મી: મનિયા રસોડામાંથી ગ્લાસ લાવજે.
મનિયો: મને તો ક્યાંય ગ્લાસ નથી દેખાતો.
મમ્મી: ગેસની સગડી દેખાય છે?
મનિયોઃ હા
મમ્મી: એક કામ કર સગડી ચાલુ કર અને તેની પર મોબાઇલ મૂકી દે, ગ્લાસ દેખાશે.
•••
પપ્પુ: પત્ની પેપરવેટ જેવી હોય છે.
પિન્ટૂઃ એ કેવી રીતે?
પપ્પુ: પતિને ફફડવા તો દે છે, પરંતુ તે ક્યારેય તેમને ઉડવા દેતી નથી.
•••
મહિલા (ડોક્ટરને)ઃ મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો રહે છે.
ડોક્ટર: તમારું વજન કેટલું છે?
મહિલા: ચશ્મા સાથે 83 કિલો...
ડોક્ટર: ચશ્મા વિના?
મહિલા: ચશ્મા વગર દેખાતું નથી એટલે ખબર નથી.
•••
મહિલા: વાજબી ભાવ લગાવો ભાઈ, અમે હંમેશા તમારી દુકાનેથી જ ખરીદીએ છીએ.
દુકાનદાર: બેન, ભગવાનથી ડરો, મેં હજુ કાલે જ દુકાન શરૂ કરી છે!
•••
પત્નીઃ તમારા શર્ટ પરથી મને એક પણ વાળ નથી મળ્યો.
પતિ: તો શું?
પત્ની: બોલો કોણ છે એ ટકલી જેની સાથે તમારું ચક્કર ચાલે છે?
•••
બોસે જોક્સ સંભળાવ્યો આખી ટીમ હસી પણ એક કર્મી ના હસ્યો
બોસ: કેમ તને જોક્સ પસંદ ના આવ્યો?
કર્મચારી: મારું બીજી કંપનીમાં સિલેક્શન થઈ ગયું છે.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter