જોક્સ

હાસ્ય

Tuesday 26th March 2024 10:42 EDT
 
 

એક રાત્રે ચોર ઘરમાં ચોરી કરવા ઘસ્યો અવાજ સાંભળીને ઘરનો માલિક ઊઠી ગયો
માલિક: કોણ છે?
ચોરઃ મ્યાઉં
માલિકઃ બોલો કોણ છે?
ચોર: મ્યાઉં મ્યાઉં...
માલિક: બોલો નહીં તો પોલીસ બોલાવીશ.
ચોર: અરે ભઇ બિલાડી છું, બિલાડી...
•••
ટીચર: ક્લાસમાં જે મૂર્ખ હોય તે ઊભો થઈ જાય
ચંગુ તરત જ ઊભો થઈ ગયો
ટીચર: શું તું મૂર્ખ છે?
ચંગુ: ના મેમ, આ તો તમે એકલા ઊભા હતા એટલે હું ઊભો થયો.
•••
જિગોઃ કેમ નિરાશ દેખાય છે?
ભૂરોઃ યાર, મારા છોકરાને ખાલી ૯૭.૫ ટકા જ માર્ક આવ્યા.
જિગોઃ ડફોળ, આનંદ કર કે તારા છોકરાને આટલા બધા માર્ક આવ્યા. એના જેટલા માર્ક છે એટલો તો તને તાવ આવતો હતો.
•••
શિક્ષકઃ તારા માત્ર પાંચ માર્ક આવ્યા છતાં તને હસવું આવે છે?
જિગોઃ મને એ વાતનું જ હસવું આવે છે કે આ પાંચ માર્ક આવ્યા કેવી રીતે?
•••
ભૂરોઃ તું તો દિવસેને દિવસે અત્યંત સુંદર થતી જાય છે
લીલીઃ તમે કેવી રીતે લાગ્યું?
ભૂરોઃ આ રોટલીઓ તને જોઈને દરરોજ બળી જાય છે એના ઉપરથી ખ્યાલ આવ્યો.
•••
ભૂરોઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દરમિયાન મને ન્યૂટનનો ચોથો અને મહત્ત્વનો નિયમ જાણવા મળ્યો!
જિગોઃ કયો નિયમ?
ભૂરોઃ પુરુષો કરતા મહિલાઓની પોસ્ટમાં ગુરુત્વાકર્ષણ વધારે હોય છે
•••
મહેમાનઃ તો હવે શું પ્લાન છે ભૂરા?
ભૂરોઃ બસ તમે ઘરે જવા નીકળો એટલે વધેલો નાસ્તો અને ચા પૂરા કરવાનો.
•••
લીલીઃ મેં ક્યાંય વાંચ્યું હતું કે સુખી થવું હોય તો યુદ્ધ નહીં, પ્રેમ કરો.
જિગોઃ મેં પણ વાંચ્યું હતું કે, બંને એક સાથે કરવું હોય તો લગ્ન કરો.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter