ગર્લફ્રેન્ડઃ હું તારા માટે આગ પર પણ ચાલી શકું, અને નદીમાં પણ કૂદી શકું.
બોયફ્રેન્ડઃ લવ યુ જાન. શું તું અત્યારે મને મળવા આવી શકે?
ગર્લફ્રેન્ડઃ તારું મગજ તો ઠેકાણે છે ને? આવા ધોમધખતા તડકામાં આવું કેવી રીતે?
•••
સાળીએ જીજાને પૂછ્યછયુંઃ જીજાજી, શું તમે જર્મન ભાષા વાંચી શકો છો?
જીજાજીઃ કેમ નહીં? બિલકુલ વાંચી શકું છું.
સાળીઃ એ કેવી રીતે?
જીજાજીઃ જો જર્મન ભાષા ગુજરાતી કે હિન્દીમાં લખેલી હોય તો વાંચી શકું છું.
•••
પત્નીઃ સાંભળો, મારું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી દો.
પતિઃ પણ તને ક્યાં ઇન્સ્ટાગ્રામ આવડે છે?
પત્નીઃ તમે ચલાવજો, હું પાછળ બેસી જઇશ.
•••
પેશન્ટ: ડોક્ટર સાહેબ, તમને ખાતરી છે કે મને મેલેરિયા જ થયો છે? મેં એક પેશન્ટ વિશે વાંચ્યું હતું કે ડોક્ટર તેની મેલેરિયાની સારવાર કરતા રહ્યા અને તે મર્યો ત્યારે ખબર પડી કે તેને તો ટાઇફોઇડ હતો.
ડોક્ટર : ચિંતા ના કરો, અમારી હોસ્પિટલમાં એવું ક્યારેય નથી થતું. અમે જો કોઇની મેલેરિયાની સારવાર કરીએ તો તે મેલેરિયાથી જ મરે છે.
•••
એક મહિલાએ ટ્રાફિક સિગ્નલ તોડયું.
ટ્રાફિક પોલીસ: ઊભા રહો.
મહિલા: મને જવા દો. હું એક ટીચર છું.
ટ્રાફિક પોલીસ: હું વર્ષોથી આ જ દિવસની રાહ જોતો હતો. ચાલો, હવે 100 વખત લખો કે ‘હું ક્યારેય ટ્રાફિક સિગ્નલ તોડીશ નહીં.’
•••
ચંગુએ એક છોકરીને પ્રપોઝ કર્યું. છોકરીએ ચંગુને લાકડી, ચપ્પલ જે હાથમાં આવ્યું તેનાથી માર માર્યો પછી ચંગુએ કપડાં ખંખેરી ઊભા થતા પૂછયું: તો શું હું ના સમજું?
•••
પતિ: મેચવાળી ચેનલ લગાવ.
પત્ની: નહીં લગાવું, શું કરશો?
પતિ: જોઇ લઇશ.
પત્ની: શું જોઇ લેશો?
પતિ: અરે ગાંડી તું જે ચેનલ જુએ છે તે ચેનલ જોઇ લઇશ.
•••
ભિખારીઃ પહેલા તો તમે 10-10 રૂપિયા આપતા હતા અને હવે માત્ર એક રૂપિયો?
મનિયો: બાબા હવે હું બૈરાં-છોકરાવાળો થઇ ગયો છું એટલે?
ભિખારી: શરમ નથી આવતી... ભિખારીના પૈસા પર બૈરા-છોકરાંને પાળો છો?
•••