વહુ (સાસુને): મમ્મીજી, કાલે રાત્રે મારો તમારા દીકરા સાથે ઝઘડો થઈ ગયો છે.
સાસુ: કંઈ વાંધો નહીં એ તો દરેક પતિ-પત્ની વચ્ચે થતો હોય છે.
વહુઃ એ તો મનેય ખબર છે, પણ હવે એમની લાશનું હું શું કરું?
•••
બેન્ક લૂંટ્યા બાદ...
ડાકુ (ક્લાર્કને): તેં મને જોયો છે?
ક્લાર્ક: હા, મેં તને લૂંટ કરતા જોયો છે
ડાકુએ ક્લાર્કને ગોળી મારી દીધી અને બેન્કમાં હાજર કસ્ટમરને પૂછે છે, ‘શું તેં મને જોયો છે?’
કસ્ટમરઃ ના, મેં તો નથી જોયા પણ મારી પત્નીએ તમને લૂંટ કરતા જોયા છે અને એ તો પોલીસને જાણ કરવાનું પણ કહે છે.
•••
શિક્ષકઃ મન્કીને ગુજરાતીમાં શું કહેવાય?
ચંગુ: વાંદરો..
શિક્ષકઃ ચોપડીમાં જોઈને કહ્યુંને?
વિદ્યાર્થી: ના, સાહેબ હું તો તમારી સામું જોઇને બોલ્યો.
•••
મોન્ટુઃ અરે તું ઓપરેશન કરાવતાં કરાવતાં હોસ્પિટલમાંથી ભાગી કેમ ગયો?
પિન્ટુઃ નર્સ વારંવાર કહેતી હતી કે ડરશો નહીં, હિંમત રાખો. કંઇ નહીં થાય. આ તો સાવ નાનું ઓપરેશન છે.
મોન્ટુઃ તો એમાં ડરવા જેવું શું હતું? સાચું જ તો કહેતી હતી.
પિન્ટુઃ અરે મને નહીં, ડોક્ટરને કહેતી હતી.
•••
ઇન્ટરવ્યૂમાં બોસે પૂછયુંઃ શું તમને બ્રિટિશ ઇંગ્લીશ ભાષા આવડે છે?
યુવકઃ હા.
બોસઃ કંઇક બોલીને બતાવો.
યુવકઃ ડૂગના લાગાન ડેના પડેગા બુવન.
•••
ચિન્ટુ વારંવાર સગાઇ તૂટી જવાથી પરેશાન હતો. એક દિવસ પંડિતજી પાસે ગયો અને બોલ્યોઃ પંડિતજી, મારા લગ્ન નથી થતા. વારે વારે સગાઇ તૂટી જાય છે. કોઇ ઉપાય બતાવો.
પંડિતજીઃ લગ્ન થઇ જશે પણ પહેલાં તું લોકો પાસેથી સદાય સુખી રહેવાના આશીર્વાદ લેવાનું બંધ કરી દે.
•••
શિક્ષકઃ એક ખેતરને દસ માણસો આઠ કલાકમાં ખેડી નાંખો તો વીસ માણસો એ જ ખેતર કેટલા સમયમાં ખેડી શકે?
ભૂરોઃ ટીચર, હું જવાબ આપું?
શિક્ષકઃ હા બોલ જોઈએ.
ભૂરોઃ ટીચર, ખેતર એક વાર ખેડાઈ ગયા પછી બીજી વાર ખેડવાની શું જરૂર...
•••