જોક્સ

હાસ્ય

Wednesday 01st May 2024 12:34 EDT
 
 

શિક્ષક: બોલો યમુના નદી ક્યાં વહે છે?
ચંગુ: જમીન પર
શિક્ષક: એમ નહીં, નકશા પર બતાવ
ચંગુ: નકશા પર કઇ રીતે વહે, નકશો પલળી ના જાય?
•••
લગ્નના ભોજન સમારંભમાં અજાણી વ્યક્તિને જોઇ ઘરવાળાએ પૂછ્યછયુંઃ માફ કરજો શું તમને નિમંત્રણ અપાયું છે?
અજાણી વ્યક્તિએ ગુસ્સે થઇને કહ્યું: તમે નિમંત્રણ ના આપો એ મારી ભૂલ છે?
•••
પત્ની (પતિને)ઃ તમે તો કહેતા હતા કે લગ્ન પછી પણ તમે મને પ્રેમ કરશો.
પતિઃ સોરી યાર, મને થોડી ખબર હતી કે તારા લગ્ન મારી સાથે થઇ જશે.
•••
શિક્ષક: જો છોકરીઓ પારકી થાપણ હોય તો છોકરા શું છે?
વિદ્યાર્થી: સાહેબ ચોર.
શિક્ષક: એ કઇ રીતે?
વિદ્યાર્થી: કારણ કે ચોરની નજર પારકી થાપણ પર હોય છે.
•••
શિક્ષકઃ ડેટ અને તારીખ વચ્ચે શું ફરક છે?
ચંગુ: સર ડેટમાં તમે તમારી ગર્લફ્રેન્ડ સાથે જાવ છો, જ્યારે તારીખ પર તમારે વકીલ સાથે કોર્ટમાં જવું પડે છે.
•••
શિક્ષકઃ રાત્રે મચ્છર કરડે તો શું કરવું જોઇએ?
ચંગુઃ ખંજવાળીને ચુપચાપ સૂઇ જવું જોઇએ તમે રજનીકાંત નથી કે તેનો કાન આમળીને તેની પાસે સોરી બોલાવી શકો.
•••
ચંગુ: પપ્પા હું ભગવાન જેવો દેખાઉ છું?
પપ્પા: ના બેટા, કેમ પૂછે છે?
ચંગુ: હું જ્યાં પણ જાઉ છું ત્યારે બધા કહે છે. હે ભગવાન ફરી આવી ગયો.
•••
મનિયો: ટીના ખબર છે કે કંઇ ભૂલ થઇ જાય તો આપણે શું કરવું જોઇએ?
ટીનો: ના, નથી ખબર.
મનિયો: શાંતિથી બેસીને વિચારવું જોઇએ કે આ ભૂલનો દોષ કોના માથે નાખવાનો છે.
•••
શિક્ષકઃ આ પક્ષીના પગ જોઈને તેનું નામ લખો.
ભૂરોઃ મને નથી ખબર...
શિક્ષકઃ તારું નામ શું છે? તને નાપાસ કરું
ભૂરોઃ મારા પગ જોઈને નામ લખી લ્યો.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter