એક ઉંમરલાયક યુવક પોતાના દોસ્તારને કહી રહ્યો હતો, ‘જોને, મેં કેટલીય છોકરીઓ જોઈ, મીટીંગ કરી, પણ મને જે છોકરી ગમે છે એ મારી મમ્મીને ગમતી જ નથી. આખરે કંટાળીને મેં એક ઉપાય શોધી કાઢ્યો.’
‘શું?’
‘મેં એક્ઝેક્ટલી મારી મમ્મી જેવી જ દેખાતી છોકરી શોધી કાઢી.’
‘તો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયોને? મમ્મીએ આ છોકરી માટે તો હા પાડીને?’
‘મમ્મીને તો હા પાડી, પણ હવે મારા પપ્પા ના પાડે છે!’
•••
જજઃ તમે શું ગુનો કર્યો છે?
ભૂરોઃ મેં વહેલા શોપિંગ કરી લીધું હતું.
જજઃ વહેલા શોપિંગ કરવું કાંઈ ગુનો નથી , પણ કેટલા વાગે શોપિંગ કર્યું હતું?
ભૂરોઃ દુકાન ખુલે તે પહેલાં જ...
•••
શિક્ષકઃ કેવા લોકો સવારે મોડા જાગે છે?
ચંપાઃ આળસુ લોકો...
ભૂરોઃ ખોટી વાત જેમના સપના મોટા હોય તેમને સવારે જાગતા મોડું થાય તેને આળસુ ના કહેવાય.
•••
લીલીઃ આ કોણ છે?
ચંપાઃ આ મારા સદાબહાર સસરા છે?
લીલીઃ આમની ઉંમર તો ઘણી છે તો સદાબહાર કેવી રીતે?
ચંપાઃ એ સદા બહાર જ રહે છે.
•••
શિક્ષકઃ તમારી પાસે દસ રિંગણ છે અને બાર લોકોને આપવાના છે તો કેવી રીતે આપશો?
ભૂરોઃ ઓળો બનાવીને.
•••
જિગોઃ તું તો કહેતી હતી કે, રાત્રે ડિનરમાં બે ઓપ્શન મળશે અને આ તો એક જ શાક છે.
લીલીઃ ઓપ્શન તો બે જ છે ને... ખાવું હોય તો આ શાક ખાવ, નહીં તો પાણી પીને
સૂઈ જાઓ.
•••
ભૂરોઃ શું વાંચે છે આ?
જિગોઃ બાળ ઉછેર કેવી રીતે થાય એનું પુસ્તક વાંચી રહ્યો છું.
ભૂરોઃ પણ તારે ક્યાં બાળકો છે?
જિગોઃ હા, તેમ છતાં અત્યારે મારો ઉછેર બાળકો તરીકે યોગ્ય થઈ રહ્યો છે કે નહીં તેની ચકાસણી કરું છું.
•••