જોક્સ

હાસ્ય

Wednesday 22nd May 2024 06:10 EDT
 
 

લગભગ બધા વેપાર-ધંધાવાળા પરેશાન છે. સિવાય કે સુલભ શૌચાલયવાળા.
કોઈની મજાલ છે કે તેમના ધંધામાં હોમ ડિલિવરી કે ઓનલાઈનવાળા ઘુસે?
•••
ચંપાઃ શું કરે છે?
ભૂરોઃ મચ્છર મારું છું.
ચંપાઃ એમ? કેટલા માર્યા?
ભૂરોઃ ચાર ફિમેલ અને બે મેલ.
ચંપાઃ અને તેને કેવી રીતે ખબર પડી?
ભૂરોઃ ચાર મચ્છર અરીસા ઉપર બેઠાં હતાં અને બાકીનાં બે ટીવી ઉપર બેઠાં હતાં.
•••
જિગોઃ જો હું આજે મારા પપ્પાને એ રીતે વાતમાં લપેટીશ કે આપણું કામ થઈ જશે.
ભૂરોઃ એ કેવી રીતે?
જિગોઃ પપ્પા, અમે લખતા-લખતાં ટીવી જોઈએ?
પપ્પાઃ હા, જુઓ પણ ટીવી ચાલુ ન કરતા.
•••
ભૂરોઃ કેન્દ્ર સરકારનું બજેટ પ્રજાલક્ષી છે તેવું માની લેવામાં જ ભલાઈ છે
જીગોઃ કેમ?
ભૂરોઃ નહીંતર આ સરકાર જેટલું બજેટ ફાળવ્યું છે તેના કરતાં વધારે રૂપિયા એ પ્રચાર કરવામાં ખર્ચી નાંખશે કે બજેટ ખરેખર ફળદાયી છે.
•••
કાકીઃ કોરોના અને ટ્રમ્પ ક્યાં ગયા છે?
કાકાઃ ટ્રમ્પને કોરોના ખાઈ ગયો જ્યારે ભારતમાં કોરોનાને ચૂંટણી નજીક આવતા રાજકારણીઓ ખાઈ ગયા.
•••
સવાલઃ ઉપરવાળાએ અમેરિકાને ડોનાલ્ડ ટ્રમ્પ આપ્યા તો ભારતના ભાગે પૂર, ભૂકંપો અને દુષ્કાળ, પ્રદૂષણ અને વાવાઝોડા કેમ આવ્યા?
જવાબઃ પહેલી પસંદગી ભારતને કરવા દેવામાં આવી હતી.
•••
લીલીઃ આપણે સવારે ઝઘડ્યા હતા અને હવે રાત પડી ગઈ.
ભૂરોઃ તો હું શું કરું?
લીલીઃ આપણે ઝઘડો પૂરો કરીએ.
ભૂરો કેવી રીતે?
લીલીઃ થોડું તમે જતું કરો અને થોડું હું
જતું કરીશ.
ભૂરોઃ એમાં આપણે કરવાનું શું?
લીલીઃ તમે માફી માગો અને હું માફ કરી દઈશ.
•••
ચંપાઃ તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં તમને જોયા નહોતા છતાં લગ્ન માટે હા પાડી દીધી
ભૂરોઃ આભાર તો તારે મારો માનવો જોઈએ, મેં તને જોઈ હતી છતાં પણ લગ્ન માટે હા પાડી હતી.
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter