ચંગુને બે કરોડ રૂપિયાની લોટરી લાગી.
લોટરીવાળો: તમને ટેક્સ કાપીને 1.75 કરોડ રૂપિયા મળશે
ચંગુ: આ તો સરાસર ખોટું કહેવાય, મને પુરા બે કરોડ આપો નહીંતર મારા 100 રૂપિયા પાછા આપો.
•••
જજ (મહિલાને): તમારે તમારી સફાઇમાં કઇ કહેવું છે?
મહિલા: સફાઇ તો નોકરાણી કરે છે. તેના વિશે એ જ તમને જણાવી શકશે.
•••
ગ્રાહકઃ ભાઇ, તમે તો દાઢી કરવાની સાથે સાથે મારી ચામડી પણ છોલી નાખી
સલુન માલિકઃ ચિંતા ન કરો હું તમારી પાસે માત્ર દાઢી કરવાના જ પૈસા લઇશ.
•••
શિક્ષકઃ સત્ય અને ભ્રમ વચ્ચે શું ફરક છે?
ચંગુ: સર તમે ભણાવી રહ્યા છો એ સત્ય છે અને અમે ભણી રહ્યા છીએ એ તમારો ભ્રમ છે.
•••
ચંગુએ એક દુકાનદારને ફોન કરીને પૂછયું, ‘હેલો, ફ્રીજ ચાલે છે?’
દુકાનદારઃ હા, ચાલે છે.
ચંગુ: તો પકડીને રાખો, ભાગી જશે.
થોડીવાર પછી ચંગુએ ફરી ફોન કરીને પૂછયુંઃ ફ્રીજ છે?
દુકાનદાર: ના, નથી.
ચંગુ: કહ્યું હતુંને પકડીને રાખો!
•••
સંતાઃ તમને ગરમી લાગે તો તમે શું કરો?
બંતાઃ હું કુલર પાસે જઇને બેસી જઉં છું.
સંતા: અને વધારે ગરમી લાગે તો?
બતાઃ તો હું કુલર ચાલુ કરી દઉં છું.
•••
લગ્ન પછી સંતા સાસરે ગયો. સાસુએ સતત સાત દિવસ પાલખની વાનગીઓ ખવડાવી.
આઠમા દિવસે સાસુએ પૂછયુંઃ શું રાંધું?
સંતા: તમે મને બસ ખેતર બતાવી દો. બાકી હું જાતે જ ચરી લઇશ.
•••
વિજ્ઞાનના પિરિયડમાં ચંગુ સૂઈ રહ્યો હતો તે જોઇને શિક્ષકે પૂછયુંઃ વર્ગમાં કેમ સૂવે છે?
ચંગુ: ના સાહેબ સૂતો નથી, ગુરુત્વાકર્ષણને કારણે મારું માથું પાટલી પર ઢળી પડે છે.
•••
દર્દી (ડોક્ટરને): સાહેબ તમે આ ચિઠ્ઠીની પાછળ લખેલી દવા મને ક્યાંય નથી મળતી ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લઈને ચેક કર્યું અને પછી કહ્યું: અરે એ તો હું મારી પેન ચાલુ છે કે બંધ એ ચેક કરી રહ્યો હતો!
•••
ભૂરોઃ હેલ્લો... આજે સાંજે ઓફિસનું કામ કર્યા પછી શું કરે છે?
લીલીઃ કંઈ ખાસ નહીં... કંઈ પ્લાન છે?
ભૂરોઃ હા, સાહેબે આ ફાઈલ આપી છે. વાંચીને રિપોર્ટ બનાવી દેજે.
•••