જોક્સ

હાસ્ય

Wednesday 19th June 2024 05:37 EDT
 
 

ચંગુને મચ્છર કરડયા તો તે આખી રાત મચ્છરોને મારવા દોડતો રહ્યો, સવાર પડી ગઇ પણ એકેય મચ્છર નહોતા મર્યા. ચંગુ બોલ્યોઃ ભલેને એકેય મચ્છર ન મર્યા, પણ મેં આખી રાત સૂવા તો ના જ દીધા.
•••
પપ્પુ જ્યારે પણ કપડાં ધોવા બેસે ત્યારે વરસાદ આવતો હતો. એક દિવસ તડકો નીકળ્યો તો એ દોડીને વોશિંગ પાઉડર લેવા ગયો પણ રસ્તામાં વાદળ ગરજવા લાગ્યાં ત્યારે પપ્પુએ આકાશ તરફ જોઇને કહ્યું, હું તો ચવાણું લેવા જતો હતો.
•••
સાળી: જીજાજી એક વાત તો કહો... સાસરીમાં જમાઈનું આટલું સ્વાગત-સન્માન કેમ કરાય છે?
જીજાજી: કારણ કે તે લોકોને ખબર છે. આ જ તે મહાન વ્યક્તિ છે જેણે ઘરનું તોફાન સંભાળીને રાખ્યું છે!
•••
'અલ્યા, તું છોકરી જોવા જામનગર ગયો હતો તેનું શું થયું?'
‘શું કહું યાર? છોકરીવાળાઓએ ના પાડી દીધી.'
'લે! કેમ?'
'એટલા માટે કે મારી ભાભીથી એવું બોલાઈ જવાયું કે મારો દિયર સ્માર્ટ છે.'
‘તો એમાં શું થઈ ગયું?’
'શું થઈ ગયું એટલે... ‘સ્માર્ટ’ શબ્દ કાને પડતાં જ છોકરીના બાપાએ ઊભા થઈને કહી દીધું: દિયર હોય કે ઇલેક્ટ્રિક મીટર, જામનગરમાં સ્માર્ટ નહીં ચાલે!'
•••
પિતાએ પુત્રીને પૂછયું: બેટા મોટી થઈને તું શું કરીશ. બોલ તો...
પુત્રી: પપ્પા હું લગ્ન કરીશ
પિતા: ખોટી વાત... બેટા આટલી નાની ઉંમરથી કોઈનું ખરાબ કરવાનું નહીં વિચારવું જોઈએ.
•••
કામવાળી: બેન જલદી આવો તમારો દીકરો મચ્છર ખાઈ ગયો છે.
મહિલા: અરે જલદી ડોક્ટર બોલાવો.
કામવાળી: અરે બેન ગભરાશો નહીં મેં બાબાને ઓલઆઉટ પીવડાવી દીધું છે.
•••
ચંપાઃ તમારું શરીર બહું વધી ગયું છે
ભૂરોઃ તો તું પણ જાડી જ થઈ ગઈ છું ને?
ચંપાઃ હું તો મા બનવાની છું એટલે.
ભૂરોઃ તો હું પણ બાપ બનવાનો જ છું ને
•••
જીગોઃ ઘરનો બધો કિંમતી અને સુંદર સામાન સ્ટોર રૂમમાં સંતાડી દે. સાંજે મારા મિત્રો આવવાના છે.
લીલીઃ કેમ તમારા મિત્રો ચોર છે?
જીગોઃ ના હવે, એ લોકો એમની વસ્તુ ઓળખી જાય તો?
•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter