બે મહિલાઓ અરસપરસ વાત કરતી હતીઃ બહેન બીજું બધું તો ઠીક છે પણ જો આપણે ચંદ્ર પર વસવા જતાં રહીશું તો પછી કરવા ચોથ કઈ રીતે મનાવીશું?
•••
પતિઃ તને ખબર છે દુનિયામાં સૌથી શરીફ વ્યક્તિ કોણ છે?
પત્નીઃ દુનિયામાં માત્ર તે લોકો જ શરીફ છે જેમના મોબાઇલમાં પાસવર્ડ નથી હોતા.
•••
ભિખારી: ભાઈ એક રૂપિયો આપશો? હું ત્રણ દિવસથી ભૂખ્યો છું
ચંગુ: ત્રણ દિવસથી ભૂખ્યો છે તો એક રૂપિયાથી શું થશે
ભિખારી: કંઇ નહીં બસ વજન ચેક કરવું છે કેટલું ઘટી ગયું.
•••
છોકરો ગર્લફ્રેન્ડને: મારી આખમાં જો તો કંઇ દેખાય છે તને?
છોકરીઃ મને તો તેમાં પ્રેમ જ દેખાય છે
છોકરોઃ હવે પ્રેમવાળી, મારી આંખમાં કચરો પડ્યો છે તે દેખાય છે?
•••
મેનેજરઃ સાહેબ તમે હંમેશા પરિણીત લોકોને જ નોકરીએ કેમ રાખો છો?
માલિક: કારણ કે તેમને અપમાન સહેવાની ટેવ હોય છે અને તેમને ઘરે જવાની ઉતાવળ પણ નથી હોતી.
•••